આમિર ખાન હવે તે ઉંમરમાં આવી ચુક્યા છે જ્યાં બાળકો પણ મોટા થઇ જાય છે અને સેલિબ્રિટી કિડ્સને લોકો ફોલો કરવા લાગે છે. અનિલ કપૂરની સાથે સાથે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને પણ બોલીવુડમાં પોતાની ઓળખાણ બનાવી લીધી છે. જ્યાં શાહરુખ અને અજય દેવગનના બાળકો પણ મીડિયામાં બની રહે છે. આજે અમે તમને બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઇરા ખાન વિશે જણાવીશું.

જણાવી દઈએ કે હાલ ઇરા ખાન ફિલ્મ ડેબ્યુ કરતા વધારે પોતાના લવ અફેરને લીધે ચર્ચામાં આવી છે. હાલ ઇન્ટરનેટ પર ઇરાની એક નૌજવાન સાથેની તસ્વીર ખુબ વાઇરલ થાતી જોવા મળી રહી છે. બંનેની કેમેસ્ટ્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

ઇરા આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. હાલ ઇરા 22 વર્ષની છે અને વિદેશમાં પોતાનો અભ્યાસ કરી રહી છે.

આમિર ખાને જણાવ્યું હતું કે ઈરાનો ઇંટ્રેસ્ટ ફિલ્મ મેકિંગમાં છે ઇરા મોટાભાગે પિતા આમીરની સાથે સમય વિતાવતી જોવા મળે છે.

ઈરાની યુવાન સાથેની તસવીરો જોતા જ લોકોએ જાત જાતની કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે, એક એ તો પૂછી લીધું કે ”શું તે તારો બોયફ્રેન્ડ છે?”. તસવીરો જોતા લાગી રહ્યું છે કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે.

જાણકારી અનુસાર આ નૌજવાન એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી જ તાલ્લુક રાખે છે. જણાવી દઈએ કે તેનું નામ ‘મિશાલ કૃપલાની’ છે.

મિશાલ ન્યુયોર્ક બેસ્ડ મ્યુઝિક કમ્પોઝર, પ્રોડ્યુસર અને આર્ટિસ્ટ છે. આમિરની જેમ જ મિશાલ મિસ્ટર પરફેક્શનિસ્ટની જ નામના ધરાવે છે. ઇરા પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી લઇ શકે તેમ છે.

જો કે આ પહેલી વાર નથી કે ઇરાએ મિશાલ સાથે તસ્વીર પોસ્ટ કરી હોય. ઈરાનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ મિશાલની જ તસ્વીરોથી ભરેલું છે.

મિશાલ ઈરાને ખુબ ગિફ્ટ આપે છે. ઇરા એ એક મોટા ટેડીની સાથે તસ્વીર પણ શેયર કરેલી છે. જેના કૈપ્શન માં તેણે લખ્યું કે,”હું હંમેશાથી જ મારાથી મોટી સાઈઝનું ટેડી ઇચ્છતી હતી”.

મિશાલના ઇન્સ્ટા એકાઉન્ટમાં તેના અઢળક મ્યુઝિક વિડીયો છે. જેમાં તે કેસિયો અને ગિટાર અને ગીત ગાતા નજરમાં આવે છે. જણાવી દઈએ કે ઇરાએ હાલમાં જ મિશાલ માટે વિડીયો સોન્ગ પણ ડાયરેક્ટ કર્યુ છે. જેનું નામ Pills છે. આ વિડીયો ડ્રગ્સ,આલ્કોહોલ અને મહિલા પર આધારિત છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks