કોની જોડે આમિર ખાનની દીકરીનું ઇલુ ઇલુ ચાલી રહ્યું છે? જુઓ જગજાહેર વાયરલ થયા ફોટોસ
બોલીવુડના સ્ટારની જેમ તેમના બાળકો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. એવા જ એક બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાન પણ હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની છે. (Image Credit: Instagram/Ira Khan)
આમિર ખાનની લાડલી ઇરાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી છે. આ તસવીરો તેને પ્રોમિસ ડે ઉપર શેર કરવાની સાથે પોતાના બોયફ્રેન્ડને હંમેશા સાથે રહેવાનું પ્રોમિસ પણ આપી દીધું છે.
ઇરાએ શેર કરેલી તસવીરો પ્રમાણે જોઈએ તો તે તેના ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરને ડેટ કરી રહી છે. તેને નૂપુર સાથેની ઘણી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. જેની સાથે તેને ખુબ જ પ્રેમ ભરેલું કેપશન પણ લખ્યું છે.
ઇરાએ લખ્યું છે કે “આની સાથે અને તમારી સાથે વાયદો કરવાનું સન્માન”. ઇરાએ શેર કરેલી તસ્વીરોની અંદર તે નૂપુરની આંખોની અંદર પ્રેમથી જોઈ રહી છે.
પોતાના પ્રેમનો ઇજહાર કરતી આ તસવીરો ઈન્ટનેટ ઉપર ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. તમને એ પણ જણાવી દઈએ કે નૂપુર ઇરા ખાન ઉપરાંત તેના પિતા આમિર ખાનનો પણ ટ્રેનર છે.
ઇરાએ નુંપરના નામનું ટેટુ પણ ડિઝાઇન કરાવી લીધું છે. તેને આની તસ્વીર શેર કરવાની સાથે જ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું “બકેટ લિસ્ટ આઈટમ 5 ડન.” આ પોસ્ટ બાદ જ ઇરા ખાન પોતાના રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં બનેલી રહી છે.
રિપોર્ટ પ્રમાણે ઇરા અને નૂપુર કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. બંને એક સાથે આમિર ખન્ના મહાબળેશ્વર સ્થિત ફાર્મ હાઉસની અંદર રજાઓ માણવા માટે પણ જઈ ચુક્યા છે.
ઈરાના રિલેશનશીપની ખબર સામે આવવાની સાથે જ બોલીવુડના સેલેબ્સ દવબારા પણ હવે પ્રતિક્રિયા મળવાની શરૂ થઇ ચુકી છે. અભિએન્ટ્રી ફાતિમા સના શેખે ઈરાની પોસ્ટ ઉપર દિલનું ઈમોજી પોસ્ટ કર્યું છે. તો અભિનેતા કરણવીર બોહરાએ લખ્યું છે “કેટલો પ્રેમ.”