થોડાક દિવસ પહેલા પોતાના પર થયેલા યૌન શોષણ વિશે વાત કરેલી, હવે શોધી લીધો નવો પ્રેમી- જુઓ તસ્વીરો
આમિર ખાનની દીકરી ઇરા ખાન હાલમાં જ ચર્ચામાં આવી હતી જયારે તેને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર તેને ડિપ્રેશનને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. વિડીયો શેર કરતા ઇરા ખાને કહ્યું હતું કે, હું ડિપ્રેસ્ડ છું જે બાદ સોશિયલ મીડિયામાં ઘણી પ્રતિક્રિયા આપી હતી. આ બાદ હવે યુટ્યુબ ચેનલમાં એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઇરા ખાન તેની જિંદગીથી જોડાયેલા ઘણા રાજ ખોલે છે. ઇરા ખાન જણાવે છે કે આખરે તે કેમ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
ઇરા ખાનએ તેની અંગત જિંદગીને લઈને જણાવ્યું હતું કે, મારી જિંદગીમાં એવી કોઈ ઓન ઘટના ઘટી ના હતી જેથી હું ડિપ્રેશનમાં ચાલી જાઉં. તો પણ હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. ગત વર્ષ મેં ડિપ્રેશનને લઈને ઘણી સમજવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ નક્કર જવાબ મળ્યો ના હતો. ઇરાએ ડિપ્રેશનને લઈને જણાવ્યું હતું કે, મેં પોતાના માટે વિચારવાનનું બંધ કરી દીધું હતું. હું જિંદગી ના જીવવાના બહાનાને લઈને વધુ ઊંઘ કરવા લાગી હતી.
પહેલા હું ઘણી વ્યસ્ત રહેતી હતી પરંતુ બાદમાં હું બેડ પરથી જ ઉભી થઇ શકતી ના હતી. મેં મારા મિત્રો સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું કારણકે મારો મૂડ દરરોજ ખરાબ થઇ જતો હતો. હું મારા ડિપ્રેશનને કારણે બહુ જ રડતી હતી કારણકે હું એ પ્રકારની માણસ નથી જેને જલ્દી જ રડવું આવી જાય છે, 17 વર્ષ બાદ મારુ રડવાનું શરૂ થઇ ગયું હતું. ધીરે-ધીરે આ રડવાનું વધી ગયું હતું. મને ખબર ના હતી કે હું કેમ રડી રહી હતી.
એક્ટર આમિર ખાનની દીકરી ઇરા ખાન બોલીવુડના એ સ્ટારકિડ પૈકી એક છે. જે હંમેશા ચર્ચામાં રહે છે. ઇરા ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઇરા ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ઇરા ખાન હાલ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં આવી છે.

ઇરા ખાન રિલેશનશિપમાં છે. ઇરા ખાન આમિર ખાનના ફિટનેસ કોચ નૂપુર શિખરને ડેટ કરી રહી છે. બંને છેલ્લા 6 મહિનાથી રિલેશનશિપમાં છે. આટલું નહીં ઇરાએ માતા રિના દતાને પણ નૂપુર સાથે મુલાકાત કરાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને સિરિયસ રિલેશનશીપમાં છે. ઇરા ખાન અને નૂપુર શિખર નજીક ત્યારે આવ્યા જયારે ઇરા ફિટનેસને લઈને એક્ટિવ થઇ હતી.

લેટેસ્ટ રિપોર્ટનું માનીએ તો નૂપુરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને હિટ આપી હતી. ગત વર્ષ ઇરા ખાનની તસ્વીર અને વિડીયો એક્સ બોયફ્રેન્ડ મિશાલ ક્રિપલાની સાથે ખુબ વાયરલ થયા હતા. હવે નૂપુર સાથેની ઇરાની તસ્વીર એ તરફ ઈશારો કરે છે કે, તેને બીજી વાર પ્રેમ થઇ ગયો છે. જણાવી દઈએ કે, ઇરા ખાને હજુ સુધી ફિલ્મમાં ડેબ્યુ તો નહીં ર્ક્યું પરંતુ થિએટર અને ડાયરેક્શન તરફ આગળ વધી રહી છે.

પિંકવીલાના રિપોર્ટ અનુસાર, ઇરા ખાન અને નૂપુર શિખર લોકડાઉનના સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં જ ઈરા અને નૂપુર વેકેશન માટે ખાન ફાર્મહાઉસ અને મહાબળેશ્વર પહોંચ્યા હતા. બંને એકબીજાની માતાને પણ મળી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ સંબંધમાં સિરિયસ છે. હજી સુધી આમિર ખાનની પહેલી પત્ની અને ઇરા ખાનની માતા રીના દત્તાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ઇરા ખાન નૂપુરની માતાની પોસ્ટ પર કમેન્ટ કરવામાં ખૂબ જ એક્ટિવ છે.

અગાઉ ઇરા ખાન 2 વર્ષ સુધી મીશાલ કૃપલાનીને ડેટ કરતી હતી. ઇરા ઘણીવાર મિશાલ સાથે તેની તસ્વીરો શેર કરતી હતી. ડિસેમ્બર 2019માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. હાલ તો ઇરાએ તેની આ રિલેશનશિપને ખાનગી જ રાખી છે. ખરેખર, તાજેતરમાં નૂપૂરે તેની માતાનો ફોટો શેર કર્યો હતો, જેના પર ઇરાએ ખૂબ જ સુંદર કમેન્ટ કરી હતી.
ઇરાનો જવાબ આપતા નૂપૂરે કિસવાળું ઇમોજી બનાવ્યું હતું. જોકે ઇરા ખાને તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર બંનેનો કોઈ ફોટો શેર કર્યો નથી, પરંતુ નૂપુરએ બંનેની એક ક્યૂટ તસવીર શેર કરી છે. આ સાથે કેપ્સનમાં લખ્યું હતું, “કેમ કે અમને બંનેને તૈયાર થવું પસંદ છે. હસવું પણ ગમે છે.” આ તરફ ઇરાએ લખ્યું, “હા, આ વાત આપણા બંને માટે છે, હું સંમત છું.

જણાવી દઈએ કે, નુપુર શિખર સેલિબ્રિટી ફિટનેસ કોચ છે. હાલમાં તે આમિર ખાન, ઇરા ખાન અને સુષ્મિતા સેનને ટ્રેનિંગ આપી રહ્યો છે. ઇરા વિશે વાત કરવામાં આવે તો તેને નિર્દેશન ક્ષેત્રમાં જ આગળ વધવું છે. ઇરા ખાન થોડા દિવસ પહેલા એ કારણે લઈને ચર્ચામાં આવી હતી જયારે તે ડિપ્રેશનનો ભોગ બની હતી. આ બાદ તેને ડોક્ટરની સલાહ લીધી છે.
View this post on Instagram