બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન જો કે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતી અને લાઇમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે પણ તેની તસ્વીરો કે વિડીયો ઈન્ટરેન્ટ પર વાઇરલ થઇ જ જાય છે.

એવામાં એકવાર ફરીથી ઇરા ખાન પોતાની ગ્લેમરસ તસ્વીરોને લીધે ચર્ચામાં આવી ગઈ છે. ઇરા ખાને તાજેતરમા જ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

તસ્વીરોમાં તેની સ્ટાઇલ અને અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે અને તેના ચાહકોને પણ તેનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.

લાઇમલાઈટથી દૂર રહેનારી ઇરા ખાનનો આવો હોટ અવતાર જોઈને દર્શકો પણ હેરાન રહી ગયા છે. ઈરાની આ તસ્વીરો ઇન્ટરનેટ પર ખુબ વાઇરલ થઇ રહી છે.

ગોલ્ડન અને બ્લેક કલરના કપડામાં ઇરા ખાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેના સિવાય ઇરાએ મરૂન અને બ્લુ રંગના ગાઉનમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે. આ ગયાઉનમાં ઇરા ખાન ખુબ જ બોલ્ડ લાગી રહી છે. ઈરાની આ તસ્વીર પર ચાહકો ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એવામાં દર્શકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ઇરા ખાન બોલીવુડમાં પોતાનો જલવો દેખાડે, પણ તમને જણાવી દઈએ કે હાલ તો ઇરા ખાન એક્ટિંગમાં નહિ પણ ડાયરેકશનમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

તેના માટે ઇરાએ પુરી તૈયારી પણ કરી લીધી છે. ઇરા ખાન હાલ એક પ્લે ડાયરેક્ટ પણ કરી રહી છે જેનું પ્રીમિયર આ જ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. તેનું આ પ્લે એક ગ્રીક સ્ટોરી પર આધારિત છે, જેમાં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની અને અભિનેત્રી હેજલ કીચ પણ જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.