ખબર મનોરંજન

દીકરી આયરાની સગાઇ પર ખુબ નાચ્યો પિતા આમિર ખાન, ઉંમરને લઈને હવે યુઝર્સ કરવા લાગ્યા ટ્રોલ, જુઓ વીડિયો

બોલીવુડના સ્ટાર્સ કોઈને કોઈ કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે બોલીવુડમાં ખાનનો દબદબો વર્ષોથી ચાલ્યો આવ્યો છે અને તેમના જીવન પર પણ ઘણા લોકો નજર રાખીને બેઠા હોય છે, ત્યારે હાલમાં જ એક એવા જ બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનના ઘરમાં ખુશીઓનો પ્રસંગ ચાલી રહ્યો છે. તેની દીકરી આયરાની સગાઈ થઇ રહી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે અને આ વીડિયોમાં આમિર ખાન જોરદાર ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.

આમિર ખાનની દીકરી આયરા ખાન છેલ્લા ઘણા સમયથી તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે રિલેશનને લઈને સતત ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ આયરાના પરિવારે મિત્રોની હાજરીમાં નૂપુર સાથે તનેય સગાઈ કરાવી દીધી છે. આ સગાઈની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. પોતાની દીકરીની સગાઈમાં આમિર ખાન પણ ખુબ જ ખુશ જોવા મળ્યો હતો.

સગાઈનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં આમિર ખાન તેના જ લોકપ્રિય ગીત “પાપા કહેતે બડા નામ કરેગા” પર જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં આમિર ખાનનો લુક જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે, કારણ કે ફિલ્મોમાં હેન્ડસમ હન્ક જેવો દેખાતો આમિર ખાન આ વીડિયોમાં ખુબ જ ઘરડો દેખાઈ રહ્યો છે અને એટલા માટે જ લોકો પણ તેને સતત ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.

આમિર ખાન તેની પ્રિય પુત્રી આયરા ખાનની સગાઈમાં સફેદ રંગના કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. બૉલીવુડ પેપરાજી વિરલ ભાયાણી દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે આશ્ચર્ય સાથે પ્રતિક્રિયા આપી અને લખ્યું “શું તે આમિર ખાન છે?

તે 80 વર્ષનો લાગે છે”. આ ઉપરાંત બીજાએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો અને લખ્યું “યે હૈ ઇસ ટાઇમ રિયલ… બાકી મેક-અપ અને વીએફએક્સ નનો કમાલ છે”. થોડા સમય પહેલા અભિનેતા આમિર ખાને દિલ્હીમાં એક કાર્યક્રમ અંતર્ગત થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ”લાલ સિંહ ચઢ્ઢાની’ નિષ્ફળતા અંગે વાત કરી હતી.

આ ફિલ્મ સ્ટારની ફિલ્મ ”લાલ સિંહ ચઢ્ઢા’ ખરાબ રીતે નિષ્ફળ ગયાના લાંબા સમય બાદ દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.ત્યારે એક્ટર એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં આમિર ખાને તેની ભવિષ્યની યોજના વિશે ખુલાસો કર્યો હતો. જે અંતર્ગત તેને જણાવ્યું હતું કે, હાલ તે થોડા સમય માટે ફિલ્મોથી બ્રેક લઇ રહ્યો છે.

આ સાથે આમિર ખાને જણાવ્યું હતું કે, તે ફિલ્મી કરિયરના 35 વર્ષમાં પહેલીવાર બ્રેક લેશે. આ ઉપરાંત અભિનેતાએ તેની ફિલ્મ ‘પિયન’ને લઇ પણ મોટો ખુલાસો કર્યો છે. આમિર ખાનના અપકમિંગ પ્રોજક્ટ અંગે વાત કરીએ તો તે ફિલ્મ ‘ચૈંપિયન’માં ખાસ રોલ કરશે પણ, તે આ ફિલ્મમાં પ્રોડ્યૂસરના રૂપમાં રોલ અદા કરશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)