આમિર ખાનની લાડલી બોયફ્રેન્ડ સાથે હાથમાં હાથ પરોવીને….ચાહકોએ આડે હાથ લીધી- જુઓ વીડિયો
બોલિવુડના મશહૂર અભિનેતા અને મિસ્ટ પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને તેમની બીજી પત્ની આ દિવસોમાં થોડા ચર્ચામાં છવાયેલા છે. તેમણે લગ્નના 15 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. આમિર ખાને કિરણ રાવ પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન લગભગ 16 વર્ષ ચાલ્યા હતા. તે બાદ બંને અગ થઇ ગયા હતા.
આમિર ખાન અને રીના દત્તાના બે બાળકો છે. તેમજ આમિર ખાન અને કિરણ રાવનો એક દીકરો છે. આમિર ખાનને બંને લગ્નથી ત્રણ બાળકો છે. આમિર ખાનની લાડલી આઇરા ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
આઇરા ખાન સ્ટારકિડ હોવા છત્તાં તેના દિલનો હાલ દુનિયાથી છુપાવવામાં વિશ્વાસ નથી કરતી. તે ખુલીને તેની વાત ચાહકો સાથે શેર કરે છે. આઇરા હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આઇરા ખાન 6 જુલાઇના રોજ તેના બોયફ્રેન્ડ નુપુર સાથે રસ્તા પર ફરતી જોવા મળી હતી. તે તેના બોયફ્રેન્ડ સાથે શોપિંગ પર નીકળી હતી. તેને આ વીડિયોને કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ આઇરાના પિતા એટલે કે આમિર ખાને તલાક લેવાનું અને કિરણ રાવથી અલગ થવાનું એલાન કર્યુ છે, જેને કારણે લોકો આઇરાને નિશાનો બનાવી રહ્યા છે.
આઇરાનો આ વીડિયો બોલિવુડ ફોટોગ્રાફર વીરેંદર ચાવલાએ શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, આઇરા ખાન મુંબઇના બાંદ્રાના રસ્તા પર ફરી રહી છે. તેણે વ્હાઇટ ટોપ અને બ્લેક કલરનો સ્કર્ટ પહેર્યો છે.
લોકો આ વીડિયા પર સતત કમેન્ટ્સ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આઇરાને બિલકુલ તમીજ નથી. પિતાના તલાક બાદ તે તેના બોયફ્રેન્ડ સાથે ફરી રહી છે. એક યુઝરે તો આઇરાના ધર્મ પર પણ કમેન્ટ કરી દીધી. એક યુઝરે તો એવું લખ્યુ કે, તે તેના પિતાના ત્રીજા નિકાહની તૈયારી કરી રહી છે.
View this post on Instagram