આ મુસિલમ દીકરીનું રામમંદિરના નિર્માણમાં આ મોટું દાન, એવું કામ કર્યું કે છાતી ફૂલી જશે
રામ મંદિર નિર્માણ માટે દરેક વર્ગના લોકો આગળ આવ્યા છે. સામાન્ય માણસથી લઈને પૈસાદાર લોકો દાન આપી રહ્યા છે.
વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એક મુસ્લિમ યુવતીએ પણ રામ મંદિરના નિર્માણમાં દાન કરીને ધાર્મિક સમરસતાનો સંદેશ આપ્યો છે. મુસ્લિમ યુવતી ઈકરા અનવર ખાને 11 હજાર રૂપિયાનો ચેક આપ્યો છે. જો કે, આ પહેલાં તેણે ભૂમિ પૂજન વખતે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

તમને જણાવી દઇએ કે, ઇકરા એ જ છે જેણે રામ મંદિર ભૂમિ પૂજન સમયે “શ્રી રામ”ના નામનુ ટેટૂ હાથ પર પડાવ્યુ હતુ. તેણે રામ મંદિર નિર્માણ માટે 11 હજાર રૂપિયાનું દાન આપ્યુ છે. તેનું કહેવુ છે કે, આપણે બધા ધર્મનું સન્માન કરવું જોઇએ. રામ મંદિર ભવ્ય રૂપથી બનશે અને હું શ્રી રામના દર્શન કરવા ત્યાં જઇશ.

શ્રી રામ મંદિરની આસ્થાએ બધા બંધનોને તોડી દીધા છે. અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે જયાં લોકો દિલ ખોલી દાન કરી રહ્યા છે, ત્યાં મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલા લોકો પણ સમર્પણ માટે આગળ આવી રહ્યા છે.

અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદે કહ્યુ કે, ઇકરા અનવર પહેલી મુસ્લિમ યુવતી છે જેણે રામ મંદિર નિર્માણના ધન સંગ્રહમાં 11 હજાર રૂપિયાનું દાન ચેકના માધ્યમથી આપ્યુ છે.