ગુજરાતી ફિલ્મોમાં હાસ્યકલાકારની ભૂમિકા નિભાવવામાં રમેશ મહેતાનું નામ સૌથી ઉપર આવે છે, તેમના બાદ તેમના જેવું સ્થાન બીજું કોઈ લઇ નથી શક્યું પરંતુ ગુજરાતી ફિલ્મોમાં જ બીજું એક નામ ઇકબાલ કેસ્ટોનું લેવાય છે, તેમને પણ ગુજરાતી ફિલ્મોમાં છોટા રમેશ મહેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને 100થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ રવિવારે રાત્રે એક અણધાર્યા અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોમાં હાસ્યકાર તરીકેની ભૂમિકા ભજવનાર ઇકાબાલ કેસ્ટો જેને છોટા રમેશ મહેતા તરીકે ઓળખવામાં આવે છે. તે મૂળ ડભોઈ પાસેના સુન્દરકુવા ગામના રહેવાસી છે. તેમનું મુળનામ ઇકબાલ અહેમદ મન્સૂરી હતું, પરંતુ ફિલ્મોમાં તેમના અભિનય અને હાસ્યકારની ભૂમિકાએ તેમને ઇકબાલ કેસ્ટોન નામથી પ્રચલિત કર્યા હતા. તેમને 100થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

ઇકબાલ પોતાના મિત્ર કાદર ગુલામ રસુલ મન્સૂરી સાથે નિમેટા એક ફાર્મ હાઉસની અંદર શૂટિંગ માટે ગયા હતા. શૂટિંગ પૂર્ણ કરી અને બંને મિત્રો તું વહીલર ઉપર પોતાના ગામ પાછા જવા માટે રવાના થયા હતા. ત્યારે જ વાઘોડિયા બ્રીજથી કાપુરાઇ જવાના રોડ ઉપર જ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ઇકબાલ સાથે તેમના મિત્રનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, મૃત્યુના સમાચાર સાંભળતા જ ગુજરાતી ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝ અને ગુજરાતી ફિલ્મોના ચાહકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. ઇકબાલે “શું કરીશું, ટેંશન થઇ ગયું, પટેલની પટલાઈ અને ઠાકોરની ખંડણી જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.
Author: GujjuRocks Team