દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

સ્કૂલના પટાવાળાની દીકરી બની IPS ઓફિસર, બાળકોને ભણાવવા માટે માતા દુકાન ચલાવતી

આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે પોતાની મહેનતથી પોતાના સપના પૂર્ણ કરે છે, પોતાના લક્ષ સુધી પહોંચે છે, ઘણા લોકો પોતાની પરિસ્થિતિના રોદણાં રડી અને પોતાની સફર અધવચ્ચે જ રોકી દેતા હોય છે, પરંતુ એવા પણ ઘણા લોકો છે જે પોતાના લક્ષ સુધી પહોંચવા માટે દરેક પરિસ્થિતિ અને દરેક મુશ્કેલીઓનો સામનો કરવા માંગતા હોય છે. મુશ્કેલીઓ અને પરિસ્થિતોનો સામનો કાર્ય બાદ મળતો વિજય ખુબજ આનંદ આપે તેવો હોય છે.

Image Source

આવી જ એક દેશની બહાદુર દીકરી સામે આવી  છે જેને IPS બનવા માટેના સપનાને પૂરું કરવા માટે તનતોડ મહેનત કરી સાથે એવી આર્થિક પરિસ્થિતિનો પણ સામનો કર્યો અને તેને પોતાના સપનાને મુશ્કેલીઓ વેઠીને પણ પૂર્ણ કર્યું છે.

દેશની આ બહાદુર દીકરીનું નામ છે વિશાખા ભદાણી, જે 2018ની IPS બેચમાંથી આવે છે. તે નાસિકની રહેવાસી છે. તેના પિતા અશોક એક શાળામાં પટાવાળા તરીકે વર્ગ-4માં ફરજ બજાવતા હતા, તેમને ચાર બાળકો હતા જેમાં બી દીકરીઓ અને એક દીકરો, વિશાખા સૌથી નાની દીકરી હતી. વિશાખાના પિતાનું સપનું હતું કે તેમના બાળકો સારું ભણે અને આગળ વધે. પરંતુ તેમની આર્થિક સ્થિતિ એટલી  સારી નહોતી કે તે ઘર ખર્ચની સાથે બાળકોને પણ સારું ભણાવી શકે.

Image Source

ઓછી આવકના કારણે અને બાળકોના ભણતરના ખર્ચને પહોંચી વળવા માટે વિષાકની માટે પણ સ્કૂલની બહાર જ એક નાની દુકાન ખોલી દીધી જેના કારણે તેમના ભણતરમાં ટેકો થઇ શકે.

Image Source

તે છતાં પણ ઘર ખર્ચ અને બાળકોના ભણવાના ખર્ચ પુરા નહોતા થઇ શકતા, બાળકો માટેના પુસ્તકોના પૂરતા પૈસા પણ નહોતા થતા જેના કારણે તેમને પુસ્તકોનો પણ અભાવ રહેતો, રાજાઓ દરમિયાન વિશાખા અને તેના ભાઈ બહેનો લાઈબ્રેરીમાં જઈને અભ્યાસ કરતા હતા. તેમની મહેનત જોઈને અધ્યાપકો પણ તેમને માર્ગદર્શન તેમજ ઉત્સાહમાં વધારો કરતા હતા.

Image Source

વિશાખા જયારે 19 વર્ષની હતી ત્યારે જ તેની માતાનું દેહાંત થઇ ગયું જેના કારણે ઘરની જવાબદારી પણ હવે વિશાખાના માથે જ આવી ગઈ, ઘરમાં કોઈ કામ કરનારું હતું નહીં જેના કારણે વિશખા ઘરના કામ કરવાની સાથે ભણવાનું કામ પણ કરતી હતી.

Image Source

વિશાખા અને તેના ભાઈએ બીએમએસમાં એડમિશન લેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી જે પાસ કરી અને બંનેનું સિલેક્શન થઇ ગયું, ત્યાર બાદ તેના પિતાએ બાળકોને ભણાવવા માટે લોન લીધી અને મોટી દીકરીના લગ્ન પણ કરાવ્યા.

Image Source

પોતાનું ભણવાનું પૂર્ણ કરીને વિશાખા UPSCની તૈયારીમાં લાગી ગઈ, અને બીજા જ પ્રયત્ને તેને UPSC પાસ પણ કરી લીધી જેના કારણે વર્ષ 2018માં તેને IPS રેન્ક મળી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.