દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

લોકડાઉનમાં ચર્ચામાં આવી IPS સિમાલા પ્રસાદ, બૉલીવુડ ફિલ્મોમાં પણ કરી ચુકી છે કામ

આ IPS મેડમથી થર થર ધ્રૂજે છે ગુનેગાર, બૉલીવુડ ફિલ્મોમાં પણ કરી ચુકી છે કામ- જુઓ

દબંગ આઇપીએસ ઓફિસર ફિલ્મોમાં તમે જોયા જ હશે, પણ અસલ જીવનમાં એક એવી પણ ઓફિસર છે જે આઇપીએસની સાથે સાથે એક અભિનેત્રી પણ છે. એસપી આઇપીએસ સિમાલા પ્રસાદે ફિલ્મ ‘આલીફ’મા ડાયરેક્ટર જૈગામ ઇમામ અને અલીની બહેન શમ્મીનો કિરદાર નિભાવ્યો. આજે અમે તમને સિમાલાના બૉલીવુડ અને દબંગ ઓફિસરે બનવાની મુસાફરી વિશે જણાવીશું.

Image Source

સિમાલા પ્રસાદની ગણતરી એક દબંગ લેડી આઇપીએસના સ્વરૂપે કરવામાં આવે છે. સિમાલા પ્રસાદ 2010 બૈચની આઇપીએસ અધિકારી છે. મૂળ ભોપાલની રહેનારી સિમાલાએ પોતાનો અભ્યાસ પણ ત્યાં જ કર્યો હતો.

સિમાલા પ્રસાદનો જન્મ 8 ઓક્ટોબર 1980ના રોજ ભોપાલમાં થયો હતો. તેમનો અભ્યાસ પણ અહીંથી જ થયો છે. સિમાલા પ્રસાદની પ્રારંભિક શિક્ષા સેંટ જોસફ કોએડ સ્કૂલમાં થઇ છે. તે બાદ તેમણે સ્ટૂડેંટ ફોર એક્સીલેંસથી બીકોમ અને બીયુથી પીજી કરી પીએસસી પરિક્ષા પાસ કરી છે.

ભોપાલના બરકતઉલ્લા યુનિવર્સિટીથી સોશિયોલોજીમાં પીજી કરનાર સિમાલા પ્રસાદ ગોલ્ડ મેડલિસ્ટ પણ રહી ચૂકી છે. તેઓ કહે છે કે, કયારેય વિચાર્યુ ન હતુ કે સિવિલ સર્વિસમાં જવુ છે. પરંતુ ઘરના માહોલે મારા મનમાં આઇપીએસ બનવાની ચાહત જગાવી.

ડાયરેક્ટર જૈગમ ઇનામની દિલ્લીમાં એક કાર્યક્રમ દરમિયાન સિમાલા પ્રસાદ સાથે મુલાકાત થઇ હતી. સિમાલાની સાદગી અને ખૂબસુરતી જોઇ તેમણે મુલાકાત માટે સમય માંગ્યો અને ફિલ્મ “અલિફ”ની સ્ક્રિપ્ટ સંભળાવ્યા બાદ તાત્કાલિક રોલ માટે ઓફર કરી દીધી. તે બાદ સિમાલાએ ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ.

આ ફિલ્મ નવેમ્બર 2016માં ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ક્વીંસલૈંડમાં વર્લ્ડ પ્રીમિયર તરીકે પ્રદર્શિત થઇ હતી અને ફેબ્રુઆરી  2017માં તે રીલિઝ થઇ. તે બાદ તેમણે વર્ષ 2019માં આવેલી ફિલ્મ “નક્કાશ”માં પત્રકારનો રોલ નિભાવ્યો હતો.

Image Source

સિમાલાના પિતા ભાગીરથી પ્રસાદ પણ આઇપીએસ રહી ચુક્યા છે. તે સંસદ સભ્ય પણ હતા. માતા મેહરુન્નિસા સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ ક્ષેત્રમાં તેના કાર્યો માટે તેને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવી ચુકી છે.

Image Source

સિમાલાને પોલીસ સેવામાં આવવાની રુચિ તેના પરિવાર દ્વારા જ મળી છે. ભોપાલની બારકતુલ્લા થી ગ્રેજ્યુએશન કરીને તેણે સેલ્ફ સ્ટડી કરતા એમપી પીએસસી ની પરીક્ષા પાસ કરી અને ડીએસપી બની ગઈ. જેના પછી તે આઇપીએસની તૈયારીમાં લાગી ગઈ અને વર્ષ 2010 માં તેને સફળતા મળી ગઈ.

Image Source

જો કે સિમાલા અંદર એક કલાકાર પણ હતો માટે અભ્યાસના દરમિયાન પોતાની અંદરના કલાકારને પણ યથાવત રાખ્યો. આજ કારણ છે કે તેણે બૉલીવુડ ફિલ્મ અલીફ અને નક્કાશ માં પણ કામ કર્યું હતું. ફિલ્મોમાં સિમાલાના અભિનયની ખુબ પ્રશંસા થઇ હતી.

Image Source

એકવાર બૉલીવુડ ડાયરેક્ટર જૈગમ ઇમામ પોતાની ફિલ્મ આલીફ માટે કાસ્ટિંગ કરી રહ્યા હતા, તે સમયે એક કાર્યક્રમમાં તેની મુલાકાત સિમાલા અને તેની માં સાથે થઇ. જૈગમને સિમાલાની સુંદરતા અને સરળતાએ ખુબ પ્રભાવિત કર્યા હતા. જેના પછી તે તેની પાસે ફિલ્મની સ્ક્રીપ્ટ  લઈને પહોંચ્યા અને લીડ રોલ માટેની ઓફર આપી દીધી.

Image Source

સીમાલા સ્કૂલ સમયે જ નાટકોમાં અભિનય કરતી હતી, જેને લીધે તેનામાં એક કલાકાર પણ જીવિત હતો. આ ફિલ્મ નવેમ્બર 2016 માં ઓસ્ટ્રેલિયામાં ઈંડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કવિસલેન્ડ માં વર્લ્ડ પ્રીમિયર પ્રદર્શિત થઇ અને ફેબ્રુઆરી 2017 માં રિલીઝ થઇ હતી. ફિલ્મ નક્કાશમાં સિમાલા નાના એવા કિરદારમાં જોવા મળી હતી, પણ તેની સુંદરતા અને અભિનયની ખુબ પ્રશંસા થઇ હતી.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં સિમાલાએ કહ્યું કે,”આઇપીએસમાં જોડાતા પહેલા મેં થોડું ઘણું થિએટરમાં પણ કામ કર્યું હતું. મારી માં એક રાઇટર છે, જેના દ્વારા જૈગમ સાથે મુલાકાત થઇ અને ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી. કહાની બાકીની ફિલ્મો કરતા થોડી અલગ લાગી માટે મેં રજા લઈને ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરી”.

Image Source

“અલગ અલગ લોકોને મળી જ્યા મેં જાણ્યું કે લોકો કેવા છે, વસ્તુઓ શું છે. અમારી ફિલ્ડના ઘણા ઓફિસર્સ સ્પોટ્ર્સ મેન છે, રાઇટર છે. આ બધી વસ્તુઓ મેડિટેશનની જેમ કામ કરે છે. અડધા કલાક માટે તમે કોઈ અલગ જ દુનિયામાં ચાલ્યા જાવ છો. માટે ફાયદો થાય છે, અને મને પણ થયો. સૌથી વધારે મહત્વપૂર્ણ એ છે કે તમારો નજરીયો બદલાવો”.

Image Source

‘તમે શું ઈચ્છો છો તેના પર મક્કમ રહો. યોગ્ય અને અયોગ્ય વાત સામે લડવાનો આત્મવિશ્વાસ હોવો ખુબ જરૂરી છે.”

Image Source

તાજેતરમાં જ મધ્ય પ્રદેશ સરકાર દ્વારા 39 આઇપીએસ ઓફિસરો માટે કરવામાં આવેલા પરિવહન માટે પોલીસ કપ્તાનની કમાન સિમાલાને સોંપવામાં આવી છે. 2011 બેચની આઇપીએસ સિમાલાને મળેલી આ કમાનની તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે જે તેના બૉલીવુડ કનેક્શન અને દબંગ છબીને દર્શાવી રહી છે.