લોકડાઉનમાં ગુજરાતીઓની મદદગાર બનનારી આ IPSના ઘરમાં ગુંજી કિલકારી, જોડિયા બાળકોને આપ્યો જન્મ, 2 મહિના બાદ સામે આવી તસવીરો

સુરતના DCP એવા IPS સરોજ કુમારીના જોડિયા બાળકોની તસવીરો આવી સામે, લોકો પણ વરસાવી રહ્યા છે પ્રેમ, જુઓ તમે પણ

કોઈના પણ જીવનમાં બાળકના જન્મની ખુશી સાતમા આસમાને હોય છે, પરિવારમાં જો બાળકનો જન્મ થાય તો આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ એવી ખુશીઓ ગુજરાતની એક જાંબાજ IPS અધિકારીના ઘરમાં પણ ગુંજી હતી અને તેમણે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેના બે મહિના બાદ હવે તેમણે બાળકોની તસવીરો બતાવી છે જેને સૌ કોઈ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

રાજસ્થાનના ઝુંઝનુંમાં આવેલા ચિડાવાની દીકરી અને ગુજરાતની IPS સરોજ કુમારીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, જેના પછી તેનો આખો પરિવાર ઉજવણી કરી રહ્યો છે. IPS સરોજ કુમારીએ ટ્વિન્સમાં એક છોકરી અને એક છોકરાને જન્મ આપ્યો છે અને સરોજ કુમારીએ તેના ફેસબુક પર આ માહિતી આપી છે.

IPS સરોજ કુમારીએ પોતાના બાળકો સાથેનો ફોટો શેર કરતા લખ્યું છે કે “ભગવાને પુત્ર અને પુત્રી બંનેને એક આશીર્વાદ તરીકે આપ્યા છે.” જ્યારથી આ તસવીરો શેર કરવામાં આવી છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. હંમેશા IPS યુનિફોર્મમાં જોવા મળતી IPS સરોજ કુમારી બાળકોના જન્મ પ્રસંગે પરંપરાગત ગ્રામીણ મહિલાઓના વેશભૂષા લહેંગા ચુનરીમાં જોવા મળી હતી, જેની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

IPS સરોજ કુમારીનો જન્મ ઝુંઝુનુ જિલ્લાના ચિડાવા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ બનવારીલાલ મેઘવાલ અને માતાનું નામ સેવા દેવી છે. હાલમાં તેઓ સુરત ડીસીપી તરીકે ફરજ બજાવે છે અને તે પહેલા તે બોટાદમાં એસપી રહી ચૂક્યા છે. IPS સરોજ કુમારી એકમાત્ર IPS અધિકારી છે જે માઉન્ટ એવરેસ્ટને જીતવાના મિશનમાં સામેલ હતા.

આ ઉપરાંત, સરોજ કુમારીને કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલા કામ માટે કોવિડ-19 મહિલા વોરિયર એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 2019માં IPS સરોજ કુમારીના લગ્ન દિલ્હીના જાણીતા ડોક્ટર મનીષ સૈની સાથે થયા હતા. પતિએ પણ નવજાત બાળકોનો ફોટો શેર કર્યો છે.

IPS સરોજ કુમારીનું જીવન એ લોકો માટે એક ઉદાહરણ છે જેઓ વિચારે છે કે સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને કંઈપણ પ્રાપ્ત કરી શકાતું નથી. સરોજ કુમારીએ તેમનો પ્રારંભિક અભ્યાસ ગામ બુદાનિયાની સરકારી શાળામાંથી કર્યો હતો અને આજે તે વર્ષ 2011 બેચની આઈપીએસ અધિકારી છે.

મહિલા IPS અધિકારી સરોજ કુમારીને પણ કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલા કામ માટે કોવિડ-19 મહિલા વોરિયર એવોર્ડ મળ્યો છે. લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ખવડાવવા માટે, તેણીએ સાથી મહિલા પોલીસકર્મીઓ સાથે પોલીસ રસોડું શરૂ કર્યું, જેમાં લોકડાઉન દરમિયાન દરરોજ 600 લોકોને ભોજન પહોંચાડવામાં આવતું હતું.

Niraj Patel