સ્કૂટી સવાર મહિલાએ બસમાં ચઢીને ડ્રાઈવરને માર માર્યો, વીડિયો વાયરલ થતા જ ફૂટી નીકળ્યો લોકોનો ગુસ્સો, જુઓ

સોશિયલ મીડિયામાં કોઈ પણ ઘટના હોય વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી, ઘણી ઘટનાઓ એવી પણ હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ખાસ કરીને મહિલાઓની દાદાગીરી  જયારે સામે આવે છે ત્યારે આવા વીડિયો વાયુવેગે વાયરલ થઇ જતા હોય છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક સ્કૂટી સવાર મહિલા બસની અંદર ઘૂસીને ડ્રાઈવરને માર મારતી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો આંધ્ર પ્રદેશના વિજયવાડા શહેરનો જણાવવામાં આવી રહ્યો છે. આ મામલામાં આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પણ રિએક્ટ કર્યું છે. તેમને કહ્યું છે કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો હક નથી. સાથે જ તેમને કહ્યું કે મહિલા ઉપર જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે બરાબર છે.

વાયરલ વીડિયોની અંદર એક મહિલા બસ ડ્રાઈવરને માર મારતા જોવા મળી રહી છે. ડ્રાઈવરનો કોલર પકડીને તે ધમકી ભરેલા અંદાજમાં બૂમો પાડે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ઘટના 9 ફેબ્રુઆરીના રોજની છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ મામલામાં વિજયવાડા પોલીસ રાજ્ય પરિવહન નિગમના બસ ડ્રાઈવર ઉપર કથીર રીતે હુમલો કરવાના આરોપમાં મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલાનું નામ નંદિની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નંદિની ખોટી દિશામાં સ્કૂટી ચાલવી રહી હતી. ડ્રાઈવરે તેને થોડીવાર રોકાવવા માટે કહ્યું જેના કારણે બસ આગળ વધી શકે.

આ વાત ઉપર જ માથાકૂટ થઇ ગઈ હતી. જેના બાદ મહિલા બસમાં ચઢી ગઈ અને ડ્રાઈવરને માર મારવા લાગી. બસ ડ્રાઈવર મુસલૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ આધાર ઉપર સૂર્યરાવપેટ પોલીસે આ મામલો દાખલ કરીને આરોપી મહિલાની સંબંધીત ધારાઓ હેઠળ ધપરકડ કરી લીધી છે.  હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે.

Niraj Patel