ખૂબસુરતી અવી જે દિવાના બનાવી દે અને દેશસેવાનો જુસ્સો એવો કે બધા સલામ કરે- આવી લેડી IPSના ફર્શથી અર્શ સુધીની સફર
આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પડકારોને પાર કરીને આગળ વધી રહી છે અને સફળ થઇ રહી છે. ભારતીય પોલીસ સેવામાં પણ હવે મહિલાઓનું વર્ચસ્વ છે. સફળતાની આકાંક્ષા અને પોતાના મુકામ સુધી પહોંચવાનો માર્ગ કોઈના માટે સરળ નથી હોતો. આ સફરમાં દરેક વ્યક્તિની એક કહાની હોય છે, પરંતુ આમાંથી કેટલીક કહાનીઓ એવી હોય છે જે કંઈક સારું કરવા માટે પ્રેરિત કરે છે. IPS ઓફિસર પૂજા યાદવની કહાની પણ આવી જ છે. પૂજા યાદવ દેશની સૌથી સુંદર અને પ્રતિભાશાળી મહિલા IPS અધિકારીઓમાંની એક છે.
પૂજા યાદવ હરિયાણાની રહેવાસી છે. 20 સપ્ટેમ્બર 1988ના રોજ જન્મેલી પૂજાએ તેનું પ્રારંભિક શિક્ષણ હરિયાણામાંથી પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે ફૂડ એન્ડ બાયોટેકનોલોજીમાં M.Tech ડિગ્રી લીધી અને કામ કરવા કેનેડા ગઈ. ત્યાં થોડા વર્ષો કામ કર્યા બાદ તેણે જર્મનીમાં પણ કામ કર્યું. તે સારા પગાર પેકેજ સાથે સારી પોસ્ટ પર વિદેશમાં કામ કરતી હતી, પરંતુ તે ખુશ નહોતી. તેને લાગ્યું કે કંઈક ખૂટી રહ્યુ છે.
કારણ કે હૃદયમાં કંઈક બીજું કરવાની ખેવના હતી. તે પોતાના દેશ માટે કંઈક કરવા માંગતી હતી. જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તે હંમેશા તૈયાર રહેતી. આ કારણોસર તે ભારત પરત આવી અને યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. પૂજાના પરિવારે હંમેશા તેને સપોર્ટ કર્યો. તે ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી આવતી નહોતી.
આવી સ્થિતિમાં UPSC પરીક્ષાની તૈયારી કરતી વખતે, તેને રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવું પડ્યું અને ખર્ચને પહોંચી વળવા પૂજાએ બાળકોને ટ્યુશન પણ શીખવ્યું. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે, આવી સ્થિતિમાં પૂજા પણ તેના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહી હતી. આ પરીક્ષા પાસ કરવી એ પહાડ પર ચઢવા કરતાં વધુ અઘરું કામ છે, પરંતુ પૂજાએ પોતાના જુસ્સા માટે મક્કમતાથી સખત મહેનત કરી.
આખરે તેણે બીજા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી અને તે પણ ઓલ ઈન્ડિયા રેન્ક 174 સાથે. તે 2018 બેચની IPS ઓફિસર છે. તે દેશના શ્રેષ્ઠ અધિકારીઓમાંના એક છે. હાલમાં IPS પૂજા યાદવ ગુજરાત કેડરમાં ઓફિસર છે. તેણે વર્ષ 2021માં વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા, પૂજા યાદવના પતિ 2016 બેચના IAS ઓફિસર છે. બંનેની મુલાકાત મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં થઈ હતી.