તાજેતરમાં જ એક વિડીયો કલીપ વાયરલ થઇ હતી, જેમાં હાલના કેરળના એકસાઇઝ કમિશનર ઋષિરાજ સિંહે જણાવ્યું હતું કે તેમનો દીકરો ક્યારેય કોલેજ જ નથી ગયો, કારણ કે તેને ભણતરમાં કોઈ રસ જ ન હતો.
પૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ રહી ચૂકેલા આ IPS અધિકારીએ કહ્યું કે માતાપિતાએ બાળકો પર અભ્યાસમાં સારા ટકા લાવવા માટે વધુ ભાર ન આપવો જોઈએ, કારણ કે આવા જ નકામા ભારને કારણે અને માતાપિતાની અપેક્ષાઓ પુરી ન કરી શકવાના ડરને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે.

એક મલયાલમ ટેલિવિઝન ચેનલે કરેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમને પોતાના દીકરાની સ્ટોરી શેર કરતા જણાવ્યું હતું કે બાળકો બધું સારું પ્રદર્શન કરી શકે જો તેમને જે ક્ષેત્રમાં રસ હોય એ કરવા દેવામાં આવે તો. તેમને જણાવ્યું કે ‘મારા દીકરાને ભણતરમાં ઓછો રસ હતો. તેના ટકા હંમેશા 58કે 60ની આસપાસ જ આવતા, એ તેના કરતા વધુ ટકા ક્યારેય નથી લાવ્યો. એક દિવસ મેં તેની સાથે આ બાબતે વાત કરી તો તેને મને જણાવી દીધું કે એ આટલું જ કરી શકે એમ છે. એ પછી મેં તેને ક્યારેય આ બાબતે ટોક્યો નહિ.’

આગળ જણાવતા તેઓએ કહ્યું, ‘તેના બારમા ધોરણમાં માત્ર 62 ટકા જ આવ્યા અને એ પછી તેને મને કહ્યું કે તેને એનિમેશનમાં ડિપ્લોમા કરવું છે. તો મેં તેને જે કરવું હતું એ કરવા દીધું અને તેને એજ્યુકેશન લોન માટે એપ્લાય કર્યું. તે એ પછી મુંબઈના એક નાના સ્ટુડિયોમાં જોડાયો અને જલ્દી જ તેને એક મોટી ફર્મે નોકરી માટે બોલાવ્યો. એ પછી એ બેંગ્લોર ગયો અને સ્ટીવન સ્પીલબર્ગના સ્ટુડિયો માટે એન્ટ્રન્સ એક્ઝામ આપી. આ પરીક્ષા પાસ કરી અને તેના કામથી પ્રભાવિત થઈને તેને એકેડમી તરફથી વધુ અભ્યાસ માટે લંડન મોકલવામાં આવ્યો. આ પછી તે ત્યાં વધુ કામ શીખ્યો અને હવે ખુશીથી પોતાનું જીવન જીવે છે.’
IPS અધિકારી ઋષિરાજ સિંહે કહ્યું કે તેમનો દીકરો કદાચ ભાગી ગયો હોત કે કદાચ આત્મહત્યા કરી લીધી હોત જો એક IPS અધિકારી બનવા માટે તેના પર ભાર આપવામાં આવ્યો હોત તો. તેઓએ કહ્યું, ‘બાળકોએ તેમના કૌશલ્ય અને રસ અનુસાર જ કોઈ ક્ષેત્રમાં કામ કરવા દેવું જોઈએ. જો તમે એમને પ્રેશર નહિ કરો તો તેઓ પણ તમારો સાથ આપશે જ.’

IPS અધિકારી ઋષિરાજ સિંહ એ જ અધિકારી છે, જેમને 2016માં એક પુરુષને એક સ્ત્રી સામે 14 સેકન્ડ સુધી ઘુરવા બદલ ધરપકડ કરી હતી. તેઓએ સ્ત્રીઓને અરજી પણ કરી હતી કે પોતાની પાસે પેપર સ્પ્રે અને ચપ્પુ રાખે જેથી પોલીસ તેમના સુધી પહોંચે ત્યાં સુધી તેઓ આત્મરક્ષણ કરી શકે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks