14 વર્ષની ઉંમરે લગ્ન, 18 વર્ષની ઉંમરે બે બાળકોની માતા, કોન્સ્ટેબલ પતિની પત્નીના IPS બનવાની કહાની

કેટલાક લોકો મિસાલ બનીને ઘણા જીવનને રોશન કરી દે છે. IPS અધિકારી એન.અંબિકા પણ આવી જ એક વ્યક્તિ છે. તેમની કહાની નૌજવાનોને માત્ર પ્રેરણા નથી આપી રહી પરંતુ એ શીખવી રહી છે કે જીવન ચુનોતીઓથી ભરેલુ છે. તમારે તેમની સામે ઝૂકવા સિવાય ડટી રહી મુકાબલો કરવાનો છે.

IPS અંબિકાને હવે લોકો મુંબઇની ‘લેડી સિંઘમ’ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. પરંતુ વર્ષ 2008 પહેલા આ શક્ય ન હતુ. 14 વર્ષની ઉંમરે અંબિકાના લગ્ન થઇ ગયા હતા અને 18 વર્ષની ઉંમરે તે બે બાળકોની માતા બની ગઇ હતી. તેમના પતિ પોલિસ કોન્સ્ટેબલ હતા અને એકવાર તે તેમની સાથે ગણતંત્ર દિવસની પોલિસ પરેડ જોવા પહોંચ્યા હતા.

તેમણે તેમના પતિને ઉચ્ચ અધિકારીઓને સેલ્યુટ કરતા જોયા. પતિને આમ કરતા જોઇ એ સમયે તેમણે પૂછ્યુ કે, આખરે તે કેમ આમ કરી રહ્યા છે અને તે લોકો કોણ છે ? તેમના પતિએ તેમને કહ્યુ કે, તે લોકો મોટા અધિકારી છે. આઇપીએસ અધિકારી બનવા માટે સિવિલ સર્વિસ પરિક્ષા પાસ કરવી પડે છે. અંબિકાએ તે સમયે પરીક્ષા આપવાની વાત પતિને કહી હતી. પરંતુ એક સ્કૂલ ડ્રોપ રહેલ વિદ્યાર્થી અને માતા માટે આ તે સમયે દૂરની કોડી હતી.

અંબિકાની સ્કૂલ છૂટી ગઇ હતી. તે ઘર ગૃહસ્થી સંભાળી રહી હતી. પરંતુ એક નિર્ણય કરી ચૂકી હતી કે તે માત્ર પરીક્ષા આપવા નથી માંગતી પરંતુ પાસ કરવા પણ માંગે છે. આ માટે તેમણે એક પ્રાઇવેટ કોચિંગથી 10મું ધોરણ અને બાદમાં ડિસ્ટેંસ લર્નિંગથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ. તે બાદ જઇને તે IPS ઓફિસર બનવાના સપનાને સાકાર કરવાને કાબિલ બની.

તેમના માટેે આ એટલુ સરળ ન હતુ. સિવિલ સર્વિસની પરિક્ષામાં તે સતત 3 વાર અસફળ રહી પરંતુ નિરાશ ના થઇ, જયારે તે ત્રણવાર અસફળ રહી ત્યારે તેના પતિ ઇચ્છતા હતા કે તે પાછી આવી જાય પરંતુ તે એક છેલ્લો પ્રયાસ કરવા માંગતા હતા.

આ વખતે અંબિકાની કોશિશ રંગ લાવી અને વર્ષ 2008માં તેમણે પરિક્ષા પાસ કરી લીધી અને તે IPS  ઓફિસર બની ગયા. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તેમની પહેલી પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં થઇ હતી. આજે તેઓ મુંબઇ ઝોન-4ના DCP છે. તેઓ હવે મુંબઇના “લેડી સિંઘમ”ના નામથી પણ મશહૂર છે.

Shah Jina