ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના અધિકારીએ આશરે 3 મહિના પહેલા ઉજ્જૈનની એકે હોટેલમાં તેની માતાને છોડીને ચાલ્યા ગયા હતા. આ માતા તેના પુત્રની રાહ જોઈને નિરાશ્રિત આશ્રમમાં રહેવા લાગી હતી. બુધવારે પુત્ર તેની માતાને લેવા માટે આશ્રમ પહોંચ્યો ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ત્યરાબાદ બન્ને માતા-પુત્ર દિલ્લી ગયા હતા.
જાણકારી મુજબ 2004ના આઇપીએસ અધિકારી અવિનાશ જોશી ત્રણ મહિના પહેલા તેની માટે તારા જોશી સાથે ઉજ્જૈન આવ્યા હતા. આ દરમિયાન તે ઉજ્જૈનની એક હોટેલમાં રોકાયા હતા. તે દરમિયાન અવિનાશ તેની માતાને જરૂરી કામનું બહાનું બતાવી ત્યાંથી નીકળી ગયા હતા. તારા જોશી ઉજ્જૈનની એક હોટેલમાં અઠવાડીયા સુધી એકલી રોકાઈ હતી. તે દરમિયાન તારા જોશી પાસે પૈસા પુરા થઇ ગયા હતા.

ત્યારે હોટેલ સંચાલકે ઉજ્જૈન કલેકટર શશાંક મિશ્રાને આ બાબતે જણાવ્યું હતું. ત્યારબાદ એડીએમ અને મહિલા સશક્તિકરણના અધિકારીઓએ તારાને વન સ્ટોપ સેન્ટરમાં સ્થળાંતરીત કર્યા હતા. આ કેન્દ્રમાં મહિલાઓને વધુ સમય સુધી નથી રાખી શકાતા. ત્યારબાદ તેને સેવાધામ આશ્રમના સંસ્થાપક સુધીરભાઈ ગોયેલને આ બાબતતની જાણકારી મળી હતી. ત્યારબાદ સુધીરભાઈ જિલ્લા પ્રસાશનના માધ્યમથી તારાદેવીને તેના આશ્રમમાં લઇ આવી માતાની જેમ તેની સેવા કરી હતી. આ દરમિયાન પણ માતા તેના પુત્રનો સંપર્ક કરી શકી ના હતી.

સુધીરભાઈ અને બાળ કલ્યાણ સમિતિના ઝાબુઆએ તારા જોશીના પુત્રના મોબાઈલ નંબર ગોતી લઇ તેનો સંપર્ક કર્યો હતો. અવિનાશનો સંપર્ક કરી તેની માતાની સ્થિતિ વિષે જાણકાર કરી તેને ઘર લઇ જવા માટે પ્રેરિત કર્યા હતા. તઅવિનાશે તેના કામની મજબૂરી બતાવીને કહ્યું હતું કે થોડા સમય બાદ તે આવી શકશે. સુધીરભાઇએ અવિનાશનો સતત સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અવિનાશ અઢી મહિના બાદ તેની માતા તારા જોશીને સાથે લઇ ગયો હતો. ત્યારબાદ સુધીરભાઈને તારા જોશીએ ફોન કરીને કહ્યું હતું કે તે દિલ્લી પહોંચી ગયા છે. અને તેનો પુત્ર તેનું સારી રીતે ધ્યાન રાખે છે.

તારા જોશીએ જણાવ્યું હતું કે તેના પુત્રના હજુ સુધી લગ્ન નથી થયા.તો અવિનાશ જોશીએ કહ્યું હતું કે. તે તેની માતાને બહુજ પ્રેમ કરે છે. પરંતુ મજબૂરીને કારણે તેની માતાને ઉજ્જૈનમાં છોડી દીધી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.