અમરેલીના SP નિર્લિપ્ત રાયના વિદાય સમારંભમાં આખું અમરેલી શહેર હીબકે ચઢ્યું, વાજતે ગાજતે આપવામાં આવી વિદાય, જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ આઇપીએસ અધિકારીઓની બદલીઓ શરૂ થઇ ગઈ છે. હાલ રાજ્યના 57 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જયારે 20 આઇપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે આ બદલીમાં એક નામ અમરેલીના એસપી આઇપીએસ નિર્લિપ્ત રાયનું પણ છે. જેમની બદલી એસપી, સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરમાં થઇ છે.

અમરેલીમાં 4 વર્ષ જેટલા સમય સુધી સેવા આપનારા આઇપીએસ નિર્લિપ્ત રાયને ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી, આ નિમિત્તે આખું શહેર તેમને વિદાય આપવા માટે પહોંચ્યું હતું, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે આ ઉપરાંત તેમના વિદાય સમયે સ્થાનિકોની આંખોમાં આંસુઓ પણ જોવા મળ્યા હતા.

પોતાની બદલી અંગે આઇપીએસ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે, જેમાં તેમને જણાવ્યું છે કે, “હું નિર્લિપ્ત રાય, IPS અમરેલી જિલ્લામાં 3 વર્ષ, 9 મહિના અને 28 દિવસ ફરજ બજાવેલ છે. આ સમય દરમ્યાન અમરેલીના લોકોનો સાથ અને સહકાર આપવા બદલ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા હસ્તકનો પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનો ચાર્જ હિમકર સિંઘ, IPS નાઓને સોંપવામાં આવેલ છે.”

સોશિયલ મીડિયામાં તેમની ટ્વીટ બાદ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને તેમના કાર્યોની પણ પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત આટલા લાંબા સમયની સેવાઓ માટે સ્થાનિક લોકો તમેનો આભાર પણ માની રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે અમરેલી માટે આપે જે કર્યું તે સરાહનીય છે.”

સોશિયલ મીડિયામાં સામે આવેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે નિર્લિપ્ત રાયની બદલી સમયે લોકો તેમના ઉપર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે, આ દરમિયાન મોટી સંખ્યામાં પણ ત્યાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા છે, નિર્લિપ્ત રાય સાહેબની આંખો પણ લોકોનો આ પ્રેમ જોઈને છલકાયેલી જોવા મળી રહી છે.

આ ઉપરાંત નિર્લિપ્ત રાયે જનતાને સંબોધન પણ કર્યું હતું અને અમરેલીના લોકોના પ્રેમ માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો, તેમેં સ્ટેજ ઉપરથી પોતાના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરી પણ ઉલ્લેખી હતી. તેમને પોતાનું વ્યક્તવ્ય પૂર્ણ કરતા સમયે પણ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમના વિદાય નિમિત્તે યોજેલા આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by News Gujarat (@newsgujarati1)

અમરેલીના રસ્તા ઉપરથી તેમની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં ફૂલોથી સજ્જ જીપ્સી કારમાં તેઓ ઉભા રહીને અમરેલીની જનતાનું અભિવાદન કરતા હોવા મળ્યા હતા. જનતાએ પણ તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું, તમને જાણવી દઈએ કે હવે નિર્લિપ્ત રાય એસપી, સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરમાં પોતાની સેવાઓ આપશે.

Niraj Patel