...
   

યુનિવર્સિટીની હોસ્ટેલમાં મળ્યો IPSની દીકરીનો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં શું આવ્યુ સામે- જાણો

જમીન પર બેભાન હાલતમાં પડી હતી અનિકા…લખનઉમાં IPSની દીકરીનું હોસ્ટેલમાં મોત- પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ ખુલશે રાઝ

લખનઉમાં એક લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 19 વર્ષિય અનિકા રસ્તોગીના મોતથી ખળભળાટ મચી ગયો. શનિવારે રાત્રે તે હોસ્ટેલના રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. અનિકાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને તેના શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. હાલમાં મોતનું કારણ સ્પષ્ટ થયું નથી. આવી સ્થિતિમાં વિસરા અને હૃદયને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો મૃતદેહ લઈને દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે વિદ્યાર્થિની બેભાન અવસ્થામાં મળી હતી તે સમયે તેના કપડાં પણ પરફેક્ટ હતા. શરીર પર કોઈપણ પ્રકારના જબરદસ્તીના નિશાન નથી. વિદ્યાર્થીનો રૂમ પણ પરફેક્ટ છે. રીપોર્ટ અનુસાર, વિદ્યાર્થી અનિકા રસ્તોગીને પહેલાથી જ મેડિકલ પ્રોબ્લેમ હતી. હૃદયનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, દવાઓ ચાલુ હતી.

આ દરમિયાન શનિવારે તે તેના રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. ઉલ્લેખનીય છે કે અનિકા રસ્તોગીના પિતા IPS સંતોષ રસ્તોગી છે, જે NIA (દિલ્હી)માં IG તરીકે પોસ્ટેડ છે. અનિકા 31 ઓગસ્ટ શનિવારે રાત્રે તેના રૂમમાં ગઈ અને થોડીવાર પછી તેની રૂમમેટ આવી,

અનિકાએ દરવાજો ન ખોલ્યો અને આ પછી હોસ્ટેલની અન્ય છોકરીઓએ બૂમો પાડી. પરંતુ કોઈ જવાબ ન મળતા વોર્ડનના કહેવા પર રૂમનો દરવાજો તોડી નાખવામાં આવ્યો. જ્યારે તેઓએ અંદર જઇ જોયું તો અનિકા બેભાન અવસ્થામાં પડી હતી. તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. અનિકાનો પરિવાર નોઈડામાં રહે છે.

Shah Jina