કોણ છે IPS અધિકારી અંકિતા શર્મા, જેને સોંપવામાં આવી છે ઓપરેશન બસ્તરની જવાબદારી

બસ્તરમાં પહેલીવાર નક્સલ ઓપરેશનની કમાન મહિલા IPSના હાથમાં, લેડી સિંઘમથી દુશ્મન થર થર ધ્રૂજે છે

અંકિતા શર્મા હોમ કૈડર મેળવનાર છત્તીસગઢની પહેલી મહિલા IPS ઓફિસર છે અને હવે તેમને ઘણી મોટી જવાબદારી આપવામાં આવી છે. અંકિતા શર્માને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાના ASP બનાવવામાં આવ્યા છે અને ઓપરેશન બસ્તરની કમાન સોપવામાં આવી છે. અંકિતા શર્માની ઓળખ દબંગ અને દમદાર ઓફિસરના રૂપમાં થાય છે.

તમને  જણાવી દઇએ કે, અંકિતા શર્મા તેમના કામો ઉપરાંત તેમના લુકને લઇને પણ ચર્ચામાં રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. IPS અંકિતા શર્માનો જન્મ 25 એપ્રિલ 1992ના રોજ છત્તીસગઢના દુર્ગ જિલ્લાના એક નાના ગામમાં થયો હતો અને તેમણે શરૂઆતી અભ્યાસ સરકારી સ્કૂલથી કર્યો છે.

યુપીએસસી પાઠશાળાના રીપોર્ટ અનુસાર, અંકિતા શર્માને વર્ષ 2018માં ત્રીજા પ્રયાસમાં સફળતા મળી અને તેમણે યુપીએસસીની પરિક્ષામાં 203મો રેંક હાંસિલ કર્યો, અંકિતા હોમ કૈડર મેળવનાર છત્તીસગઢની પહેલી મહિલા IPS બની છે. અંકિતા શર્મા નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લામાં નક્સલ ઓપરેશનની કમાન સંભાળી રહી છે. આ પહેલા તે રાયપુરના આઝાદ ચોક જિલ્લામાં નગ પોલિસ અધિક્ષક CSP પદ પર હતા.

તમને જણાવી દઇએ કે, બસ્તર અતિ નક્સલ પ્રભાવિત જિલ્લો તરીકે ઓળખાય છે. ત્યાં નક્સલિયોને ખત્મ કરવા માટે છત્તીસગઢ પોલિસ દ્વારા ઓપરેશન બસ્તર ચલાવવામાં આવી રહ્યુ છે. હવે અંકિતા શર્મા પર નકસલિઓને ખત્મ કરવાની જવાબદારી છે. અંકિતા શર્માએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેઓ બાળપણથી જ આઇપીએસ બનવા માંગતા હતા પરંતુ આ વિશે તેમને કોઇ જાણકારી હતી નહિ અને માર્ગદર્શન આપનાર પણ કોઇ ન હતુ.

અંકિતા શર્માએ દુર્ગથી ગ્રેજ્યુએશન કર્યા બાદ એમબીએ કર્યુ એને UPSCની તૈયારી માટે દિલ્લી આવી ગઇ અને તેમણે માત્ર છ મહિના સુધી અભ્યાસ કર્યો અને તે ઘરે પાછી આવીનેસેલ્ફ સ્ટડી કરવા લાગ્યા. તેમણે જણાવ્યુ  હતુ કે, યુપીએસસીની તૈયારી દરમિયાન જ તેમના લગ્ન થઇ ગયા હતા.

તેમના પતિ વિવેકાનંદ શુક્લા આર્મીંમાં મેજર છે અને વર્તમાનમાં મુંબઇમાં છે. પતિ સાથે રહેતા તેમને જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, ઝાંસી જેવા શહેેરોમાં રહ્યા. તેમને યુપીએસસીની પરિક્ષામાં બે વાર અસફતા મળી. પરંતુ તેમણે હાર ના માની અને ત્રીજીવાર તેઓએ પરિક્ષા પાસ કરી. તે તેમની ઉપલબ્ધિમાં પતિનો ખાસ રોલ જણાવે છે.

અંકિતા શર્માની ઓળખ એક એક્ટિવ અધિકારીના રૂપમાં થાય છે. તેમને ઘોડે સવારી ઉપરાંત બેડમિંટન રમવાનો શોખ છે. છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં જન્મેલ અંકિતા શર્મા 2018 આઇપીએસ બેચની અધિકારી છે. અંકિતા શર્મા એ સમયે ચર્ચામાં આવ્યા જયારે તેમણે UPSC પરિક્ષામી તૈયારી કરી હેલ યુવાઓને ફ્રીમાં ઓનલાઇન કોિંગની શરૂઆત કરી. અંકિતા શર્મા 100થી વધુ યુવાઓને UPSCની તૈયારી કરાવી રહ્યા છે.

સપ્તાહમાં 1 દિવસ IPS અંકિતા શર્મા તેમના બિઝી શિડ્યુલમાંથી સમય નીકાળી સવારે 11 વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આ કામને કારણે તેમની ઘણી પ્રશંસા પણ થઇ છે.

Shah Jina