મળો આ ખૂબસુરત IPSને, ત્રીજીવારમાં UPSC કરી ક્રેક : બ્યુટી વિથ બ્રેઇનનું છે ઉદાહરણ
ભારતમાં લાખો યુવાનો સિવિલ સર્વન્ટ બનીને દેશની સેવા કરવાનું સ્વપ્ન જુએ છે. જો કે, આ લક્ષ્ય હાંસલ કરવાની સફર સરળ નથી. તેના માટે સખત મહેનત, સમર્પણ અને દ્રઢતાની જરૂર છે. આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે આશના ચૌધરી, જેમણે પોતાના જીવનમાં અનેક પડકારો અને અવરોધોનો સામનો કર્યો, પરંતુ ક્યારેય પોતાની મહત્વાકાંક્ષા છોડી નહિ. આશના એક IPS અધિકારી છે, જેણે 2022માં UPSC પરીક્ષા 116માં રેન્ક સાથે પાસ કરી હતી.
સતત બે વખત નિષ્ફળ રહ્યા બાદ તેણે ત્રીજા પ્રયાસમાં આ સફળતા મેળવી. તેમની કહાની નિશ્ચય અને આત્મવિશ્વાસની શક્તિનો પુરાવો છે. આશના ચૌધરી ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુઆ શહેરની રહેવાસી છે. તેમના પિતા ડૉ.અજીત ચૌધરી સરકારી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. જ્યારે માતા ઈન્દુ સિંહ ગૃહિણી છે. આશના હંમેશા શિક્ષણ અને સામાજિક કાર્યોમાં રસ ધરાવતી રહી છે.
તેણે પિલખુઆમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ઉદયપુરની સેન્ટ મેરી સ્કૂલ અને ગાઝિયાબાદની દિલ્હી પબ્લિક સ્કૂલ સહિત દેશભરની વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કર્યો. તેણે તેના અભ્યાસમાં સારું પ્રદર્શન કર્યું અને 12માં હ્યુમેનિટીઝ પ્રવાહમાં 96.5 ટકા માર્ક્સ મેળવ્યા. તેમણે લેડી શ્રી રામ કોલેજ ફોર વુમન, દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક કર્યું, જે ભારતની સૌથી પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે. તેમણે સાઉથ એશિયન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ પણ કર્યું છે.
અભ્યાસ દરમિયાન તેમણે એક એનજીઓ સાથે પણ કામ કર્યું જે વંચિત બાળકોને શિક્ષિત કરવામાં મદદ કરે છે, આશના ચૌધરીએ 2019માં સ્નાતક થયા પછી UPSC માટે તૈયારી કરવાનું શરૂ કર્યું. તેના પરિવારના સભ્યો દ્વારા તેને પ્રેરણા મળી, જેમણે તેને સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે પ્રયાસ કરવાનું સૂચન કર્યું. એક વર્ષની તૈયારી બાદ તેણે 2020માં પહેલો પ્રયાસ કર્યો જો કે, તે પ્રિલિમ પરીક્ષા પણ પાસ કરી શકી નહોતી, જે UPSC પરીક્ષાનો પ્રથમ તબક્કો છે.
આ જોઈને તે નિરાશ થઈ ગઈ, પણ તેણે હાર ન માની. તેણે વર્ષ 2021માં વધુ એક પ્રયાસ કરવાનું નક્કી કર્યું. પરંતુ ફરીથી તેને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. તે પ્રિલિમ પરીક્ષામાં માત્ર અઢી માર્કસથી ચૂકી ગઈ હતી. આ વખતે તે નિરાશા અને શંકાથી ઘેરાયેલી હતી. જોકે, આશનાએ નિષ્ફળતાને પોતાનું ભાગ્ય નક્કી થવા દીધું નહીં. તેણે તેની ભૂલોનું વિશ્લેષણ કર્યું અને તેની તૈયારીની વ્યૂહરચના સુધારી, આ પછી તેણે 2022માં તેના ત્રીજા પ્રયાસ માટે સખત મહેનત કરી અને અને તેને તેના પ્રયત્નોનું ફળ મળ્યું.
તે ખૂબ જ ખુશ હતી, પરંતુ સંતુષ્ટ નહોતી. તે જાણતી હતી કે યુપીએસસી પરીક્ષાના આગળના તબક્કા વધુ પડકારરૂપ હતા. જો કે, તેણે મુખ્ય પરીક્ષા માટે સખત અને ખંતપૂર્વક તૈયારી કરી, જેમાં જનરલ સ્ટડીઝ, વૈકલ્પિક વિષય, નિબંધ અને ભાષાઓ જેવા વિવિધ વિષયોના નવ પેપર્સનો સમાવેશ થાય છે. તેણે ઇન્ટરવ્યુ માટે પણ વ્યાપકપણે તૈયારી કરી હતી, જે ઉમેદવારના વ્યક્તિત્વ, માનસિક ક્ષમતા, સંદેશાવ્યવહાર કૌશલ્ય અને સામાન્ય જાગૃતિનું પરીક્ષણ કરે છે. પરીક્ષામાં સામેલ થવાવાળા 10 લાખથી વધારે ઉમેદવારોમાંથી 116મો રેન્ક હાંસિલ કર્યો. તેણે 2025 માર્કસમાંથી કુલ 992 માર્ક્સ મેળવ્યા છે. તેને ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રથમ પસંદગી મળી. તે તેની સિદ્ધિથી ખૂબ ખુશ હતી.