...
   

મળો આ ખૂબસુરત IPS ને, કોઇ મોડલ-એક્ટ્રેસથી નથી કમ- બ્યુટી વિથ બ્રેઇનનું પરફેક્ટ ઉદાહરણ

કોઇ મોડલથી કમ નથી આ IPS ઓફિસર, તસવીરોમાં તમે પોતે જ જોઇ લો; બ્યુટી વિથ બ્રેઇનનું પરફેક્ટ ઉદાહરણ

UPSC એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. લાખો ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષા માટે અભ્યાસ કરવામાં વર્ષો વિતાવે છે. ઘણા લોકો યુપીએસસીમાં સફળતા મેળવવા માટે તેમની ઉચ્ચ પગારવાળી નોકરી પણ છોડી દે છે. બહુ ઓછા ઉમેદવારો UPSC પરીક્ષા પાસ કરવામાં સક્ષમ છે. કેટલાક ઉમેદવારો પરીક્ષામાં પહેલા પ્રયાસમાં જ સફળ થઇ જાય છે જ્યારે કેટલાક ઘણા પ્રયત્નો પછી. એવું જ એક નામ છે આશના ચૌધરી.

આશના ચૌધરીએ ત્રીજા પ્રયાસમાં AIR 116 સાથે 2022માં UPSC પરીક્ષા પાસ કરી. તેણે 2020માં પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી પરંતુ સફળ ન થકી શકી. આ પછી વધુ અભ્યાસ કર્યા બાદ આશનાએ ફરીથી પરીક્ષા આપી, જો કે તે સમયે તે માત્ર 2.5 માર્ક્સથી પાછળ રહી ગઈ. આ પછી ત્રીજા પ્રયાસમાં આશનાએ UPSC પરીક્ષા પાસ કરી. આશના ચૌધરી જે ચિતા જેવું દિમાગ તો રાખે છે પણ સાથે પોકાની સુંદરતાથી મોડલ્સને પણ માત આપે છે.

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવાની રહેવાસી આશના આજે કરોડો લોકો માટે એક ઉદાહરણ છે. તે સોશિયલ મીડિયાની લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. ઈન્સ્ટા પર તેના 265K ફોલોઅર્સ છે. આશનાને લોકો ‘બ્યુટી વિથ બ્રેઈન’ કહે છે. આશના એક શિક્ષિત અને સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેના પરિવારમાં ઘણા લોકો પ્રોફેસર છે. કેટલાકને તો એવું લાગતુ હતુ કે આશના પીએચડી કે કંઇક એવું કરશે.

જો કે આશનાનો વિચાર આ બધાથી હટીને હતો. તેના પિતા સરકારી નોકરીમાં હતા. એટલે તેણે અધિકારી બનવાનો નિર્ણય કર્યો. આશનાએ ગાઝિયાબાદમાં સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલથી અભ્યાસ કર્યો છે. લેડી શ્રીરામ કોલેજ ઇંગ્લિશ લિટરેચરમાં ઓનર્સ કર્યા બાદ તેણે સાઉથ એશિયન યુનિવર્સિટીથી ઇન્ટરનેશનલ રિલેશંસમાં માસ્ટર કર્યુ અને આ દરમિયાન તેણે ઘણી પરીક્ષા આપી.

જોશ ટોક્સે તેને એનાલિસ્ટની પોસ્ટથી રિજેક્ટ પણ કરી હતી. જો કે રૂક્યા વગર, થાક્યા વગર્ને નિરાશન થયા વગર તે મહેનત કરતી રહી. માસ્ટર્સ બાદ તેણે એક વર્ષ માટે બ્રેક લીધો અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી. તે 8-9 કલાક સતત અભ્યાસ કરતી હતી અને પાછલા વર્ષના પ્રશ્નપત્રો વાંચતી. આ ઉપરાંત ટાઈમર સેટ કરીને તેને ઉકેલતી. જો કે, પહેલા બે પ્રયાસોમાં તે સફળ રહી નહોતી. પણ તેણે હાર ન માની અને સખત મહેનત ચાલુ રાખી. આ પછી ત્રીજા પ્રયાસમાં તે સફળ રહી.

Shah Jina