ખબર દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

80 વર્ષના વૃદ્ધાએ પત્ની સાથે ખોલ્યો ઢાબો, રડતા-રડતા સંભળાવી આખી કહાની- વિડીયો જોઈને છલકાઈ ઉઠશે આંખ

હાલ સોશિયલ મીડિયામાં એક હ્ર્દયસ્પર્શી વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેની કહાની સાંભળીને તમારી આંખમાંથી આંસુ નીકળી જશે. 80 વર્ષીય વૃદ્ધ તેની પત્ની સાથે દિલ્લીના માલવીય નગરમાં ઢાબો ચલાવે છે. આ ઢાબાનું નામ ‘બાબા કા ઢાબા’ છે. કોરોના કાળમાં તેનો ધંધો ઠપ્પ થઇ ગયો છે, બહુ ઓછા લોકો અહીં આવે છે.

Image source

એક યુટ્યૂબરે વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરી દીધો હતો. આ વીડિયોને જોઈને મોટા-મોટા લોકો તેની મદદ માટે આગળ આવ્યા છે. તો વિડીયો જોઈને દેશમાંથી પણ ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે. બૉલીવુડ સેલેબ્સ થી લઈને ક્રિકેટર સુધી બધા લોકો મદદ માટે આગળ આવ્યા છે.

Image source

યુટ્યુબર ગૌરવ વાસને આ વૃદ્ધોનો વિડીયો શેર કર્યો છે. તેની ચેનલ ‘સ્વાદ ઓફિશિયલ’ પર 6 ઓક્ટોબરે આ વિડીયો શેર કર્યો હતો. જે બાદ આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.


કાંતા પ્રસાદ અને બાદામી દેવી ઘણા વર્ષોથી માલવીય નગરમાં તેની નાની દુકાન ચલાવે છે. બંનેની ઉંમર 80 વર્ષ છે. કાંતા પ્રસાદે જણાવ્યું હતું કે, તેને 2 દીકરા અને 1 દીકરી છે. પરંતુ ત્રણમાંથી કોઈ તેની મદદ માટે આગળ નથી આવતું. તે બધું કામ ખુદ જ કરે છે. ઢાબો પણ એકલા જ ચલાવે છે.

Image source

કાંતા પ્રસાદ તેની પત્નીની મદદથી બધું કામ કરે છે. તે સવારે 6 વાગ્યે આવે છે અને 9 વાગ્યે જમવાનું તૈયાર થઇ જાય છે. રાત સુધી તે દુકાન પર જ રહે છે. લોકડાઉન પહેલા અહીં લોકો જમવા માટે આવતા હતા. પરંતુ લોકડાઉન બાદ તેની દુકાન પર કોઈ નથી આવતું. બપોર સુધીમાં ફક્ત 70 રૂપિયાનો જ વેપાર થયો છે આટલું કહીને રડવા લાગે છે.

Image source

આ વૃદ્ધોની મદદ માટે ટિમ ઇન્ડીયાના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન, આઇપીએલની ફ્રેન્ચાઇઝી દિલ્લી કેપિટલ્સ અને બોલીવુડના સિતારાઓ આગળ આવ્યા છે. ઘણા યુઝર્સે તેની બેન્ક ડીટેલ પણ માંગી છે. જેનાથી આ વૃદ્ધને મદદ કરી શકાય.

દિલ્લી કેપિટલ્સએ આ વીડિયોને શેર કરતા લખ્યું હતું કે, સમય ખરાબ ચાલી રહ્યો છે પરંતુ દિલ્લીનું દિલ આજે પણ એક મિશાલ છે ને ? દિલ્લીવાળાઓ આ સમય આપણા લોકલ બિઝનેસને સપોર્ટ કરવાનો છે. ચાલો આ આંસુઓને ખુશીના આંસુમાં બદલી દઈએ. માલવીય નગરમાં બાબા ઢાબામાં જઈએ.


તો બૉલીવુડ એક્ટ્રેસ રવીનાનું બાબા કા ઢાબાને લઈને કરવામાં આવેલું ટ્વીટ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. આ સાથે જ લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, એક્ટ્રેસે લખ્યું હતું કે, બાબા કા ઢાબા, દિલ્લીવાળાઓ, દિલ દેખાડો. જે પણ અહીં જમવા જાય  તેની એક તસ્વીર મને મોકલે. હું આ તસ્વીર સાથે એક મેસેજ સાથે શેર કરીશ.

જણાવી દઈએ કે, રવીના ટંડન સિવાય બૉલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, સોનમ કપૂર, સુનિલ શેટ્ટી જેવા કલાકારોએ પણ આ મદદ માટે આગળ આવ્યા છે. આ સાથે જ લોકોને ત્યાં જઈને જમવાની અપીલ કરી રહ્યાં છે.
#बाबाकाढाबा #dilliwalon #dil #dikhao. Whoever eats here, sends me pic, I shall put up a sweet message with your pics ! ♥️ #supportlocalbusiness #localvendors https://t.co/5DH73wz3SD

— Raveena Tandon (@TandonRaveena) October 8, 2020

જુઓ વિડીયો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.