IPLનો ઉત્સાહ ફરી એકવાર ચાહકોનું માથું ઉંચકી રહ્યો છે. આ ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થઇ હતી. જેનો ઉત્સાહ આજે ચરમ સીમા પર છે. આ વખતે પણ ચાહકોએ આ સિઝનની આતુરતાથી રાહ જોઈ હતી. IPLમાં ઘણી વખત એ વી મિસ્ટ્રી ગર્લ દર્શકોની વચ્ચે જોવા મળે છે જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. તો ચાલો એવી કેટલીક મિસ્ટ્રી ગર્લ્સ જોઇએ જે IPL દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતી.
1.આરતી બેદી : દિલ્હી કેપિટલ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચ દરમિયાન બ્રેબોર્ન સ્ટેડિયમ ગેલરીમાં બેઠેલી એક છોકરીને કેમેરામેને કેમેરામાં કેદ કરી હતી. તે તેના સેન્ટી લુકને કારણે રાતોરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. પહેલા તો આ છોકરીનું નામ જાણવા મળ્યું ન હતું. પરંતુ પછીથી જાણવા મળ્યુ કે આ છોકરી આરતી બેદી છે. આરતી પ્રોફેશનથી એક્ટર અને ડાન્સર છે.
2.અદિતિ હુંડિયા : IPL 2019ની ફાઈનલમાં એક મિસ્ટ્રી ગર્લ કેમેરામાં કેદ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બાદમાં તેનું નામ અદિતિ હુંડિયા હોવાનું સામે આવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન ઘણીવાર જોવા મળતી અદિતિ હુંડિયા આઈપીએલ દરમિયાન પણ ઘણી હેડલાઈન્સ બનાવી ચૂકી છે. અદિતિ હુંડિયા વ્યવસાયે મોડલ છે. તે 2017 ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે.
3.કાવ્યા મારન : IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને સપોર્ટ કરવા હંમેશા એક મિસ્ટ્રી ગર્લ આવે છે. આ છોકરીનું નામ કાવ્યા મારન છે. કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તેની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે.
4.આશ્રિતા શેટ્ટી : સાઉથની એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટર મનીષ પાંડેની પત્ની આશ્રિતા શેટ્ટી પણ IPLની મિસ્ટ્રી ગર્લમાંની એક છે. તે એ સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમને સપોર્ટ કરતો તેનો ફોટો વાઈરલ થયો હતો. ત્યારે મનીષ SRHનો હિસ્સો હતો અને કોઈને એ વાતનો ખ્યાલ નહોતો કે આ વાઈરલ છોકરી મનીષની ગર્લફ્રેન્ડ છે.
5.માલતી ચાહર : વર્ષ 2018માં માલતી ચાહર રાતોરાત સ્ટાર બની ગઈ, જ્યારે CSKની મેચમાં તેની તસવીર વાયરલ થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી હતી. ત્યારબાદ માલતી ચાહર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં ખબર પડી કે માલતી ચેન્નાઈ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરની બહેન છે. તે ધોનીની મોટી ફેન છે.
6.દીપિકા ઘોષ : IPL 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચીયર કરવા આવેલી એક છોકરી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાઈ હતી. આ છોકરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં, આ છોકરીએ ખેલાડીઓ કરતાં વધુ હેડલાઇન્સ બનાવી હતી. હોટ દેખાતી આ મિસ્ટ્રી ગર્લનું નામ દીપિકા ઘોષ છે. દીપિકા ઘોષ કોરિયોગ્રાફર અને કન્ટેન્ટ ક્રિએટર છે.