ખબર લેખકની કલમે

લોકડાઉન 3 મે સુધી વધતા આઇપીએલને લઇને લેવાયો મહત્વનો નિર્ણય

કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં તેની અસર ઝડપી ગતીથી વધી રહી છે. હાલ ભારતમાં આ લખાય છે ત્યારે કોરોના વાયરસના પોઝિટીવ કેસનો આકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. ભારતમાં લોકડાઉનના કારણે સ્પોર્ટ્સ જગતમાં પણ મોટી અસર પહોંચી છે. તમામ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો રદ્દ થઇ છે કાતો અનિચ્છીત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે વિશ્વભરમાં સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો સ્થગિત કરી દેવામાં આવી છે.

Image Source

લોકડાઉન 3 મે સુધી વધતા આઇપીએલ સ્થગિત:
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની શરૂઆત 29 માર્ચથી થવાની હતી. પણ કોરોના વાયરસ અને લોકડાઉનના પગલે તેને 15 એપ્રીલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનને હવે 3 મે સુધી વધારી દેવાની જાહેરાત કરતા ભારતમાં થનાર આઇપીએલને પણ તેની અસર પહોંચી છે. જેને પગલે હાલ ભારતીય ક્રિકેટ બોર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલ પુરતી આઇપીએલ સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે બીસીસીઆઇ તરફથી હજુ સુધી કોઇ પણ ઓફિશીયલ જાહેરાત કે નિવેદન કરવામાં નથી આવી.

Image Source

દર્શકો વગર બંધ સ્ટેડિયમમાં પણ આઇપીએલ રમાડવાના સમાચાર આવી રહ્યા હતા:
આ પહેલા સમાચાર આવ્યા હતા કે જુલાઇમાં આઇપીએલનું આયોજન થઇ શકે છે અને જો જરૂર પડી તો ચાહકો – દર્શકો વગર બંધ સ્ટેડિયમમાં આઇપીએલનું આયોજન કરવામાં આવી શકે છે. જોકે આ તમામ સમાચારો વચ્ચે આઇપીએલ રદ્દ થવાની કોઇ જ જાહેરાત થઇ નથી. બીસીસીઆઇએ આ અંગે કોઇ જ સંકેત પણ નથી આપ્યા.

Image Source

IPL રદ્દ થાય તો આયોજકોને 5000 થી 8000 કરોડનું નુકસાન થઇ શકે છે:
એક રીપોર્ટ પ્રમાણે જો આઇપીએલનું આયોજન નહીં થાય તો આ ટુર્નામેન્ટને 5000 થી 8000 કરોડનું નુકસાન થઇ શકે છે. આઇપીએલના આયોજનને લઇને તમામ દિગ્ગજોએ ઘણા બધા સુચનો આપ્યા હતા. કોઇએ તો આઇપીએલ ટુર્નામેન્ટને નાની કરવાની પણ વાત કરી હતી. તો કોઇએ તો માત્ર ભારતીય ખેલાડીઓને લઇને આઇપીએલ રમાડવાનું પણ સુચન કર્યું હતું. જોકે આવું ત્યારે જ સંભવ થઇ શકે જ્યારે કોરોના વાયરસ પર પુરી રીતે કાબુ મેળવી લેવામાં આવે અને બધુ જ નોર્મલ થઇ જાય. પણ આ બધુ નોર્મલ થવામાં ઘણો સમય લાગી શકે છે.

Author: અધિરાજસિંહ જાડેજા: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.