2 વર્ષથી IPLમાં લગાવતો હતો ઓનલાઇન એપમાં દાવ, હવે જઈને ઝુપડપટ્ટીમાં રહેતા વ્યક્તિની કિસ્મત ચમકી, જીત્યો પહેલું ઇનામ, બન્યો કરોડપતિ…
વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ ગેમ IPLની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે ખેલાડીઓ મેદાનમાં પોતાનો જુસ્સો બતાવતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ દર્શકો પણ દરેક મેચને ઉત્સાહથી માણે છે. આ સાથે ઘણા લોકો એવા પણ છે જે આઇપીએલમાં ઓનલાઇન ગેમિંગ એપ પર રોકાણ પણ કરતા હોય છે.
ત્યારે ઘણા લોકો નજીવું રોકાણ કરીને સારી એવી રકમ પણ જીતતા હોય છે તો ઘણા લોકોના પૈસા ડૂબી પણ જતા હોય છે. પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે જેમાં એક ડ્રાઈવર 49 રૂપિયા રોકીને કરોડપતિ બની ગયો. આ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશમાંથી. જ્યાં ઝુપડપટ્ટીમાં રહેતા વ્યક્તિની કિસ્મત રાતો રાત ચમકી.
બન્યું એવું કે બરવાનીના રહેવાસી શહાબુદ્દીન મન્સૂરી અચાનક કરોડપતિ બની ગયો. IPLમાં કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ પર શહાબુદ્દીને એક ઓનલાઈન ગેમિંગ એપ પર માત્ર 49 રૂપિયાની દાવ લગાવ્યો હતો. તેના દ્વારા બનાવવામાં આવેલી ટીમે ઓનલાઈન એપ પર સારું પ્રદર્શન કર્યું, જેના કારણે તેણે 1.5 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું છે.
સેંધવાના વોર્ડ નંબર 3 ઘોરશાહ વલી બાબા વિસ્તારમાં રહેતો એક ડ્રાઇવર શહાબુદ્દીન, જે લગભગ 2 વર્ષથી ઓનલાઈન ગેમિંગ એપ ડ્રીમ11માં એક ટીમ બનાવીને પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. ગઈકાલે કોલકાતા અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં યુવા શહાબુદ્દીને 49 રૂપિયાની એન્ટ્રી ફી સાથે શ્રેણીમાં ટીમ બનાવી અને પ્રથમ સ્થાન મેળવ્યું.
પ્રથમ સ્થાન મેળવનાર વ્યક્તિને 1.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. 1.5 કરોડની રકમ જીતવા પર તેની ખુશીનું ઠેકાણું ના રહ્યું. વ્યવસાયે ડ્રાઈવર એવા શહાબુદ્દીનનું કહેવું છે કે તે બે વર્ષથી આ ગેમ રમી રહ્યો છે અને ગઈકાલની મેચમાં તેણે ટીમ બનાવી અને 1.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી. યુવકે ગઈકાલે જીતેલી રકમમાંથી 20 લાખ રૂપિયા ઉપાડી લીધા છે, જેમાંથી 6 લાખ રૂપિયા ટેક્સ તરીકે કપાશે અને 14 લાખ રૂપિયા તેના ખાતામાં આવશે.
જો કે તે હજુ પણ પ્રક્રિયામાં છે. ગેમ એપના વોલેટમાં રૂ. 1.5 કરોડની ઈનામી રકમનું પ્રથમ ઈનામ મળ્યું છે. યુવકનું કહેવું છે કે તે ભાડાના મકાનમાં રહે છે અને સૌથી પહેલા તેનું સપનું છે કે તે આ ઈનામની રકમથી પોતાનું ઘર બનાવશે અને પછી અન્ય કોઈ ધંધો કરશે. આટલી મોટી ઈનામી રકમ જીત્યા બાદ પરિવારની ખુશીનો કોઈ પાર નથી અને લોકો ફોન કરીને ઘરે આવીને તેને અભિનંદન આપી રહ્યા છે.