દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચમાં વાયરલ થઇ આ મિસ્ટ્રી ગર્લ, MIના ધાકડ બેટ્સમેન ઈશાન કિશનની છે ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો

આવતીકાલથી IPLમાં પ્લેઓફના મુકાબલાઓ શરુ થઇ જશે, અત્યાર સુધીની દરેક મેચ ખુબ જ રોમાંચક રહી, પરંતુ આ વર્ષે ક્રિકેટ રસિયાઓની આશાઓ ઉપર ત્યારે પાણી ફરી વળ્યું જયારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ એક પછી એક મેચ હારવા લાગ્યા અને આઇપીએલની રેસમાંથી જ બહાર થઇ ગયા.

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ભલે ખરાબ પ્રદર્શન કર્યું હોય, પરંતુ ટીમે તેની છેલ્લી મેચ જીતીને ટૂર્નામેન્ટનો ખૂબ જ સારો અંત કર્યો. મુંબઈ ઈન્ડિયન્સના સૌથી મોંઘા ખેલાડી ઈશાન કિશને શનિવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે સારું પ્રદર્શન કર્યું હતું. ઈશાન કિશન જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ પણ સ્ટેન્ડમાં જોવા મળી હતી.

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા છે, બંને વચ્ચેના સંબંધોના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જોકે હજુ આ વાતની કોઈ ઓફિશિયલ પુષ્ટિ નથી. અદિતિ હુંડિયા ઘણી મેચોમાં જોવા મળી છે. અદિતિ હુંડિયા અને તેના મિત્રને તે સમયે સ્ક્રીન પર બતાવવામાં આવ્યા હતા જ્યારે ઈશાન કિશન દિલ્હી કેપિટલ્સ સામે રન બનાવી રહ્યો હતો.

બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને લોકોએ અદિતિ હુંડિયાને ઈશાન કિશને લકી ચાર્મ ગણાવી હતી. આ સાથે જ આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તે અંગે લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. અદિતિ હુંડિયા વિશે વાત કરીએ તો તે એક ફેશન મોડલ છે. અદિતિ વર્ષ 2017ની મિસ ઈન્ડિયા સ્પર્ધાની ફાઈનલિસ્ટ રહી ચૂકી છે, તેમજ 2018માં તેણે મિસ સુપ્રાનેશનલ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો છે.

અદિતિ હુંડિયા શનિવારે તેની મિત્ર કશિકા કપૂર સાથે મેચ જોવા પહોંચી હતી. કશિકા કપૂર પણ એક મોડલ છે, જેની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ઈશાન કિશનની વાત કરીએ તો તે આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો, જેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે, આ સિઝન ઈશાન માટે એટલી સારી રહી ન હતી. શરૂઆતમાં ઈશાન કિશન રન બનાવવા માટે તરસી રહ્યો હતો, પરંતુ તેણે 14 મેચમાં 418 રન બનાવ્યા. ઈશાને આ આઈપીએલમાં 3 અડધી સદી ફટકારી હતી.

Niraj Patel