IPLના રસિયાઓ માટે આવી સૌથી મોટી ખુશ ખબર, જાણો આ વર્ષે ક્યાં મહિનામાં ફરી શરુ થઇ શકે છે બાકીની મેચ ?

કોરોના મહામારીનો સંકટ સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં વધી ગયો છે ત્યારે આ સંકટમાં મનોરંજનનું સાધન બનેલા IPLને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું. અને આઇપીએલની બાકીની મેચ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં પણ દુઃખ પ્રસરી ગયું હતું.

પરંતુ હવે આઇપીએલના રસિયા માટે એક સારા સમાચાર આવ્યા છે. બીસીસીઆઈ આઇપીએલની 14મી સીઝનની બાકી મેચ સપ્ટેમ્બરમાં આયોજન કરવાનો વિચાર કરી રહી છે.  પરંતુ હજુ સુધી બીસીસીઆઈ તરફથી કોઈ અધિકારીક નિવેદન નથી આવ્યું.

પરંતુ ક્રીકબઝના એક રિપોર્ટ અનુસાર વિન્ડોની જાણકારી રાખવા વાળા એક અધિકરીએ જણાવ્યું છે કે બીસીસીઆઈ સીઝન બાકીની બચેલી 31 મેચ સપ્ટેમ્બરની વિન્ડો શોધી રહી છે. તેમને કહ્યું કે, “સપ્ટેમ્બર વિન્ડોનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તે સમયે ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની સિરીઝ પણ પુરી થઇ જશે અને વિદેશી ખેલાડી ટી-20 વિશ્વકપ માટે તૈયાર થઇ શકે છે.”

તો આ બધા વચ્ચે આઇપીએલ ચેરમને બૃજેશ પટેલ આ વાતની સંભાવનાથી ઇનકાર કર્યો છે. તેમને કહ્યું કે, “હવે આમારે એક વિન્ડોની શોધ કરવી પડશે. જો અમને તે મળે છે તો અમે તેનો ઉપયોગ કરીશું. જો કે અમારે એ જોવું પડશે કે શું આ સપ્ટેમ્બરમાં સંભવ છે. અમારે આઈસીસી અને અન્ય બોર્ડની યોજનાઓને જોવાની જરૂર છે.”

Niraj Patel