BREAKING : હવે આ દેશમાં રમાશે સીઝન 14ની બાકીની મેચો, BCCIએ કરી સત્તાવાર જાહેરાત, જાણો વિગત

IPL 2021ના બીજા ચરણનું આયોજન હવે યુએઇમાં થશે. બીસીસીઆઇ એસજીએમમાં શનિવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાને કારણે IPL 2021ને 4 મેએ સસ્પેંડ કરી દેવામાં આવી હતી.

ઇંડિયન પ્રીમિયર લીગના 14માં સીઝનની બાકીની મેચ પર દર્શકોના સવાલના જવાબનો હવે અંત આવી ગયો છે. બીસીસીઆઇએ બાકીની મેચો યુએઇમાં કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ સિઝનને યુએઇમાં શિફટ થવાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ બીસીસીઆઇ અત્યાર સુધી આ વાત પર કંઇ પણ બોલવાથી બચી રહ્યુ હતુ.

શનિવારે આઇપીએલ 2021ને લઇને એક મીટિંગ બોલાવવામાં આવી અને છેલ્લા વર્ષની સફળતાને જોતા યુએઇમાં આ સિઝનની બાકીની મેચો એટલે કે 31 મેચોની મિજબાની માટે તેને પસંદ કરી લેવામાં આવ્યુ છે.

બીસીસીઆઇએ આ બેઠકમાં એ પણ નક્કી કર્યુ છે કે, તે આઇસીસીથી ટી20 વર્લ્ડને લઇને કોઇ પણ નિર્ણય લીધા પહેલા ભારતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે રાહ જોવાનુ કહેશે. આઇસીસીની બેઠક એક જૂને થવાની હતી. આ ઉપરાંત ઘરેલુ ખેલાડીઓને ભુગતાનના મુદ્દા પર એસજીએમમાં કોઇ ચર્ચા કરવામાં આવી નથી.

Shah Jina