ભારતમાં અત્યારે કોરોનાના કેર વચ્ચે દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલ રમાઇ રહી છે. આઇપીએલમાં દરેક ટીમો પોતાનો દમ બતાવીને આગળ વધી રહી છે. આઇપીએલમાં ગઇકાલની મેચમાં એક શાનદાર તસવીરો વાયરલ થઇ જે ખરેખર લોકોને ખુબ પસંદ આવી રહી છે.
This is true love for chahal from dhanashree pic.twitter.com/5vM48oOvla
— Shekar Setty (@SettyTweets) April 18, 2021
રવિવારે IPL 2021ની સિઝનની પ્રથમ ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ મોર્ગેનની કેપ્ટનશીપ વાળી કોલકતા નાઈટ રાઈડર્સ(KKR)ને 38 રનથી હરાવી હતી. તે પછી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી. દિલ્હીની કમાન ઋષભ પંત અને પંજાબની કેપ્ટનશીપ લોકેશ રાહુલ સંભાળી રહ્યાં છે.
વિરાટ કોહલીની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહેલા ચહલે રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેચમાં 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. જેમાં યુજવેન્દ્ર ચહલે સિઝનની પહેલી વિકેટ લીધી હતી.
આ દરમિયાન તેમની પત્ની ધનશ્રી સ્ટેન્ડમાં ભાવુક થઈ હતી. તેની આંખો ભીની થઈ ગઈ. સીઝનની ત્રીજી મેચ રમી રહેલા ચહેલે 2 વિકેટ લીધી. મેચ જોતાં ધનશ્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો.
કેકેઆર વિરુદ્ધ રમતા ચહલે 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે ઓપનર નીતીશ રાણા અને અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિકને પેવેલિયન મોકલી દીધા હતા. ચહલે જેવી નીતીશ રાણાની વિકેટ લીધી કે સ્ટેડિયમમાં બેઠેલી ધનશ્રી ભાવૂક થઇ ગઇ હતી. ધનશ્રીની આ તસવીર સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે.
વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે આઇપીએલ 2021માં જીતની હેટ્રિક લગાવતા પૉઇન્ટ ટેબલ પર ટૉપની પૉઝિશન હાંસલ કરી લીધી છે.
@RCBTweets @yuzi_chahal #RCBvKKR #RCB #KKRHaiTaiyaar @IPL pic.twitter.com/kzgmipZ2rN
— Dhanashree Verma Chahal (@DhanshreeVerma9) April 18, 2021