આઈફોન 15નો ક્રેઝ તો જુઓ, અમદાવાદથી મુંબઈ પહોંચ્યો યુવક અને 17 કલાક લાઈનમાં ઉભો રહ્યો ત્યારે આવ્યો નંબર, જુઓ

Source:અમદાવાદનો યુવાન મુંબઈમાં IPHONE 15 ખરીદવા 17 કલાક સુધી કતારમાં ઊભો રહ્યો
મુંબઈમાં iPhone 15ના નવા વર્ઝન માટે પડાપડી, અમદાવાદનો યુવક ફોન ખરીદવા 17 કલાક લાઈનમાં ઊભા રહ્યો!
મુંબઈમાં પહેલો iPhone 15 ખરીદવા માટે અમદાવાદનો વ્યક્તિ 17 કલાક સુધી લાઈનમાં ઊભો રહ્યો

17 hours in line to buy iPhone 15 : ગઈકાલે જ આઈફોન 15 લોન્ચ થયો અને આ ફોનને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો. જ્યારથી ફોન લોન્ચ થવાની જાહેરાત થઇ ત્યારથી જ આઈફોન રસિયાઓ ખુબ જ ઉત્સાહિત હતા અને ગઈકાલે મુંબઈના એપલ સ્ટોરમાં આ ફોન લેવા માટે લાંબી કતાર પણ લાગી હતી, ત્યારે આ ફોન લેવા માટે લોકો આખી રાત લાઈનમાં પણ ઉભા રહ્યા હતા, આ બધામાં એક અમદાવાદી યુવાન પણ હતો જે આઈફોન 15 ખરીદવા માટે સ્પેશિયલ મુંબઈ ગયો અને ત્યાં 17 કલાક લાઈનમાં ઉભો રહ્યો.

મુંબઈમાં આઈફોન 15 ખરીદવા લાઈન લગાવી :

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં લાઈનમાં ઉભેલા લોકો આઈફોન 15 ખરીદવા માટે ક્યાંથી આવ્યા છે અને કેટલા સમયથી ત્યાં લાઈનમાં ઉભા છે તે પણ જણાવી રહ્યા છે. આ બધામાં એક યુવક અમદાવાદનો પણ છે. આ યુવકનું નામ આન છે. તેને જણાવ્યું કે, “હું ગઈકાલે બપોરે 3 વાગ્યાથી અહીં છું. ભારતના પ્રથમ Apple સ્ટોરમાં પહેલો iPhone મેળવવા માટે મેં 17 કલાક સુધી કતારમાં રાહ જોઈ. હું અમદાવાદથી આવ્યો છું. હું થોડા મહિના પહેલા સ્ટોરના ઓપનિંગ વખતે આવ્યો હતો, ત્યારે હું લકી હતો કે ટિમ કૂકને બીજીવાર મળી શક્યો હતો.”

17 કલાક લાઈનમાં ઉભો રહ્યો યુવક :

અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, “હું સવારનો 4 વાગ્યાનો લાઈનમાં ઊભો હતો. હું ફોન ખરીદીને બહુ એક્સાઈટેડ છું. મેં હંમેશા ટોપ કેટેગરીના ફોન લીધા છે. મારી પાસે iPhone 13 Pro Max અને iPhone 14 Pro Max પણ છે. જ્યારે 15 seriesની જાહેરાત થઈ, ત્યારથી મેં નક્કી કર્યું હતું કે હું iPhone 15 Pro Max ખરીદીશ અને એ પણ સૌથી પહેલા.” આઈફોન 15નું વેચાણ મુંબઈના બીકેસીમાં શરૂ થયું હતું અને વહેલી સવારથી જ લાઇનો જોવો મળી હતી.

આટલી છે કિંમત :

વાત કરીએ એપલ 15ની કિંમત વિશે તો iPhone 15 (128 GB) રૂપિયા 79,900, iPhone 15 (256 GB): રૂપિયા 89,900, iPhone 15 (512GB): રૂપિયા 1,09,900, iPhone 15 Plus (128 GB) રૂપિયા 89,900, iPhone 15 Plus (256 GB), રૂપિયા 99,900, iPhone 15 Plus (512 GB): રૂપિયા 1,19,900. આ ઉપરાંત આઈફોન પ્રો અને પ્રો મેક્સની કિંમત પણ ખુબ જ વધારે છે તે છતાં પણ લોકોમાં આ ફોનને લઈને ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Niraj Patel