Appleનો ફોન ખરીદતા પહેલાં ચેતી જજો! iPhone નું આ ફેમસ મોડેલમાં થયો બ્લાસ્ટ, જાણો શું છે કારણ ?

એવું નથી કે માત્ર એન્ડ્રોઇડ ફોન જ વિસ્ફોટ થાય છે, તાજેતરમાં iPhone 14 Pro Maxમાં વિસ્ફોટના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. માં iPhoneબ્લાસ્ટ થવાથી એક મહિલાના હાથ પર ગંભીર ઈજાઓ થઈ છે, ચાલો જાણીએ શું છે આખો મામલો અને ફોન બ્લાસ્ટ થવાનું શું છે કારણ?

iPhone 14 Pro Max બ્લાસ્ટનો આ મામલો ચીનનો છે. રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મહિલા સૂઈ રહી હતી, આ મહિલાની ભૂલ એ હતી કે તે ફોનને ચાર્જમાં રાખ્યા બાદ ઊંઘી ગઈ હતી. આ વાત ચીનની એક સાઈટ માયડ્રાઈવર્સના રિપોર્ટ પરથી સામે આવી છે. 2022માં ખરીદેલ iPhone 14 Pro Max વોરંટીમાં ન હતો. પ્રાથમિક તપાસમાં બેટરીની ખામીના કારણે બ્લાસ્ટ થવાની આશંકા છે. તો મહિલા આ બ્લાસ્ટ શા માટે થયો તેનું કારણ જાણવા માંગે છે અને આ અકસ્માતમાં તેણીને થયેલી ઈજાઓ માટે કંપની તરફથી વળતરની આશા રાખે છે.

એપલ કંપનીએ શું જવાબ આપ્યો?

સમગ્ર બનાવની જાણ થયા બાદ, એપલની ગ્રાહક સેવા ટીમે તપાસ માટે મહિલા પાસેથી ફોન માંગ્યો છે. જેથી એ જાણી શકાય કે ફોનમાં બ્લાસ્ટ થવાનું કારણ શું હતું? હાલમાં, તે સ્પષ્ટ નથી કે iPhone 14 Pro Maxની બેટરી ઓરિજિનલ હતી કે તેને બદલવામાં આવી હતી.

મોબાઈલ કેમ ફાટે છે?

નબળી ગુણવત્તાવાળી લોકલ બેટરી ઘણીવાર વધુ ગરમ થાય છે જેના કારણે બેટરી ફાટવાની શક્યતા રહે છે. આ સિવાય ફોનને સતત ચાર્જ પર રાખવાથી બેટરી પર દબાણ આવે છે જેના કારણે બેટરી ફાટી શકે છે. મૂળ ચાર્જરને બદલે ડુપ્લીકેટ ચાર્જરનો ઉપયોગ કરવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે જેના કારણે બેટરી ફાટી શકે છે.

Twinkle