ખબર

iPhone-12ના લોન્ચિંગ પહેલા જ સોશિયલ મીડિયા ઉપર શરૂ થયો મીમનો વરસાદ, જુઓ વાયરલ વિડીયો અને તસવીરો

ગઈ રાત્રે એટલે કે મંગળવારે રાત્રે 10:30 કલાકે Apple કંપનીએ પોતાની વર્ચ્યુઅલ ઇવેન્ટ હાઈ, સ્પીડમાં iPhone 12 સિરીઝ લોન્ચ કરવાની જાહેરાત કરી. જેના કારણે આઈફોન ચાહકોમાં ખુશી છે. અને આ ફોન ક્યારે બજારમાં આવે તેની હવે લોકો રાહ જોવા લાગી ગયા છે.

Image Source

આઈફોન 12 લોન્ચ થવાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે અને મીમસેના આઈફોન 12 આવતા પહેલા જ જબરદસ્ત મીમ અને જોક્સ શેર કરવા લાગી ગઈ છે. જો તમે પણ આઈફોનના ચાહક છો અને આઈફોન 12ની રાહ જોઈ રહ્યા છો તો આ વાયરલ મીમને જુઓ, તમને પણ ખુબ જ મઝા આવશે.

આ વાયરલ ટ્વિટની અંદર બે ચિત્રો બતાવ્યા છે જેમાં એકમાં માણસની કિડની આઈફોન 12 આવતા પહેલા દેખાઈ રહી છે, પરંતુ આઈફોન 12 આવ્યા બાદ તે ગાયબ છે.

આ તસ્વીરમાં એક વ્યક્તિ સાદા ફોન ઉપર દવાની ગોળીઓનું પત્તુ લગાવીને આ આઈફોન 12ની પહેલી તસ્વીર છે તેવું જણાવી રહ્યો છે.

તો બીજી એક વ્યક્તિએ એક વિડીયો શેર કરી અને આઈફોન 11 બાદ હવે આઈફોન 12 આવી રહ્યો છે તેમ જણાવ્યું છે.

તો બીજા એક વ્યક્તિએ આઈફોન 11 ની તસ્વીર મૂકીને બાજુમાં ઘરના વોશિંગ મશીનની તસ્વીર મૂકી છે અને તે આ રીતે દેખાશે તેવું જણાવ્યું છે.

તો બીજા એક ટ્વીટની અંદર આઈફોન 12ની ખુશીમાં એક વ્યક્તિ ડાન્સ કરતુ પણ જોવા મળી રહ્યું છે.

બીજા એક ટ્વિટની એક તસ્વીરમાં એક વ્યક્તિ આઈફોન 6 હજુ પણ વાપરી રહ્યાનું જણાવે છે અને સાથે આઈફોન 12ને હૈશટેંગમાં લખ્યું છે.

બીજી એક તસ્વીરમાં એક બિલાડી બતાવવામાં આવી છે, અને સાથે લખવામાં આવ્યું છે કે હું આઈફોન 12ની રાહ જોતો.

તો એક બીજી તસ્વીરમાં એક કાકા હાથમાં એક શર્ટ લઈને બેઠા છે. અને તેમને જે શર્ટ પહેર્યું છે તે સેમ ટુ સેમ તેના જેવું જ છે. મતલબ કે આ વ્યક્તિ એવું કહેવા માંગે છે કે આઈફોન 11 અને 12માં કોઈ ખાસ ફર્ક નથી.

તો બીજી એક તસ્વીરમાં એવું બતાવવામાં આવ્યું છે કે હવે અમારી કિડની તૈયાર છે આઈફોન 12 ખરીદવા માટે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.