અજહરુદ્દીનની પત્ની સંગીતા બિજલાનીના કારણે ચાહક સાથે લડવા પહોંચ્યો હતો ઈન્ઝમામ ! જાણો પૂરો મામલો

અજહરુદ્દીનની પત્ની પર ચાહકોએ કરી હતી ગંદી ગંદી કમેન્ટ્સ, બેટ લઇને મારવા દોડ્યો હતો ઈન્ઝમામ

પાકિસ્તાની ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હક મહાન પાકિસ્તાની બેટ્સમેનોમાંના એક છે. તેમની કારકિર્દીમાં, તેમણે બેટ્સમેન અને કેપ્ટન તરીકે પાકિસ્તાનને ઘણી સફળતા અપાવી છે. જો કે તે મેદાન પર વધુ આક્રમકતા દેખાતા નથી, પરંતુ એક મેચ દરમિયાન તે ફેનને બેટથી મારવા સ્ટેન્ડ પર પહોંચી ગયા હતા. આ મેચમાં દર્શકોએ તેમને આલૂ-આલૂ કહીને ઘણી વખત ચીડવ્યા હતા. હવે આ મામલે ઈન્ઝમામના સાથી ખેલાડી અને અનુભવી વકાર યુનિસે ખુલાસો કર્યો છે કે ઈન્ઝમામ વાસ્તવમાં પોતાના માટે નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલિન કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન માટે લડવા ગયા હતા.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનિસે ખુલાસો કર્યો કે ઈન્ઝમામ એકવાર બેટ વડે દર્શકોને મારવા દોડ્યા હતા. યુનિસે 1997ના સહારા કપની એક ઘટનાને યાદ કરતા કહ્યું કે મેચ દરમિયાન દર્શકો ટીમ ઈન્ડિયાના ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીનની પત્ની વિશે ગંદી કમેન્ટ્સ કરી રહ્યા હતા. અઝહરુદ્દીનની પહેલી પત્નીનું નામ સંગીતા બિજલાની હતું. કોમેન્ટ સાંભળ્યા બાદ ઈન્ઝમામ ગુસ્સે થઈ ગયો અને દર્શકોને મારવા દોડી ગયો. તે જ મેચ દરમિયાન, સ્ટેન્ડ પરથી દર્શકોએ ઇન્ઝમામને આલૂ-આલૂ કહીને પણ ચિડવ્યા હતા. વાસ્તવમાં, તેમની કારકિર્દી દરમિયાન, સ્થૂળતાની ઘણી વખત મજાક ઉડાવવામાં આવી હતી.

વકારે ‘ધ ગ્રેટેસ્ટ રિવલરી’ના પોડકાસ્ટ પર કહ્યું, “હા, એ વાત સાચી છે કે કોઈ તેને આલૂ આલૂ કહી ચિડવી રહ્યા હતા પરંતુ ભીડમાં કોઈ એવું હતું જે અઝહરુદ્દીનની પત્ની માટે સારા શબ્દોનો ઉપયોગ કરી રહ્યો ન હતો. મને લાગે છે કે તેઓ માત્ર બકવાસ કરી રહ્યા હતા. ઈન્ઝમામને તે ગમ્યું નહીં. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મિત્રતા સારી છે. બંનેને એકબીજા માટે આદર છે. ઈન્ઝમામ સામાન્ય રીતે સ્લિપ પર ફિલ્ડિંગ કરે છે. તેણે કેપ્ટન પાસે સ્થાન બદલવાની પરવાનગી માંગી. બાઉન્ડ્રી પર ગયો અને 12મા ખેલાડી પાસેથી બેટ મેળવ્યું. ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ સમજી ગયા કે શું થઈ રહ્યું છે.

વકારે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે કદાચ સલીમ મલિક કેપ્ટન હતા. તેમણે સલીમને મને ફાઈન લેગ થર્ડમેન એરિયામાં મોકલવા કહ્યું. તેણે ત્યાં જઈને 12મા ખેલાડી પાસેથી બેટ મંગાવ્યુ. તે પછી, બેટ લઈને, સીધો સ્ટેન્ડની સીડી પર ગયો અને દર્શકને ખેંચીને નીચે લઈ ગયો. ” ત્યારબાદ ઈન્ઝમામને બે વનડે માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો. તે 1992માં વર્લ્ડ કપ જીતનાર પાકિસ્તાની ટીમનો સભ્ય હતો.

વકારે આગળ કહ્યું, “ઇજીને ભોગવવુ પડ્યુ હતુ. તેને માફી માંગવી પડી. તે ઘટના માટે તેઓ કોર્ટમાં ગયા હતા અને અઝહરને બહાર આવવું પડ્યું હતું. તે બહાર આવ્યો, જે તેના માટે સારું હતું. તે ભારતીય છોકરા પાસે ગયો અને તેની સાથે વાત કરી. જે બાદ મામલો કોર્ટની બહાર ખતમ થઈ ગયો હતો. પરંતુ એ સાબિત થયું છે કે બંને ટીમના ખેલાડીઓ એકબીજાનું સન્માન કરે છે અને સાથે રહેવાનું પસંદ કરે છે.

Shah Jina