કેન્દ્રની મોદી સરકારે વરિષ્ઠ નાગરિકો માટે એક મોટી જાહેરાત કરી છે. વરિષ્ઠ નાગરિકો માટે શરુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વય વંદન યોજના (PMVVY) માં સરકારે કેટલાક ફેરફાર કર્યા છે. સરકારે આ યોજનામાં રોકાણની રકમ બમણી કરી દીધી છે અને આ યોજનામાં રોકાણ કરવાની અવધિ પણ વધારી દીધી છે. આ યોજના હેઠળ રોકાણની રકમ વધાર્યા બાદ હવે તમને દર મહિને 10,000 રૂપિયા સુધી પેંશન મળી શકે છે.

શું છે PMVVY?
PMVVY અંતર્ગત દસ વર્ષ સુધી 8% વાર્ષિક રિટર્નની ગેરેન્ટી સાથે પેંશન આપવામાં આવે છે. જેમાં પેંશન માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક લઇ શકાય છે. સરકારે આ યોજના અંતર્ગત રોકાણની રકમ 7.5 લાખથી વધારીને 15 લાખ રૂપિયા કરી દીધી છે. રોકાણની રકમ વધાર્યા બાદ હવે વરિષ્ઠ નાગરિકોને 10 હજાર રૂપિયા સુધીનું માસિક પેંશન મળી શકશે. આ જોગવાઇથી વરિષ્ઠ નાગરિકોનું સામાજિક સુરક્ષા કવર વધશે. વરિષ્ઠ નાગરિકો માટે શરુ કરવામાં આવેલી આ યોજનામાં 60 વર્ષ અને એનાથી વધુ ઉંમરના નાગરિકો રોકાણ કરી શકે છે.

પહેલા આ યોજના 4 મે 2017થી 3 મે 2014 માટે જ હતી, પરંતુ હવે ફેરફાર બાદ આ અંતર્ગત રોકાણ કરવાની અવધિ વધારીને 31 માર્ચ 2020 કરી દેવામાં આવી છે.
સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ચ 2018 સુધીમાં કુલ 2.23 લાખ વરિષ્ઠ નાગરિકો આ પેંશન યોજનાનો લાભ ઉઠાવી રહયા છે, આ પહેલા વરિષ્ઠ પેંશન વીમા યોજના 2014 અન્તર્ગત 3.11 લાખ વરિષ્ઠ નાગરિકોને લાભ મળતો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks