મોતના એક વર્ષ બાદ થઇ સાધુની ઝૂંપડીની તપાસ, અનેક ખૂણામાંથી નીકળ્યા એટલા પૈસા કે ફાંટી રહી ગઇ પોલિસની આંખો

સાધુને ગરીબ સમજવાની ભૂલ ન કરતા, સાધુની ઝૂંપડીના દરેક ખૂણામાંથી નીકળ્યા અધધધ રુપિયા, અંદરનો નઝારો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં એક સાધુની મોતના એક વર્ષ બાદ પોલિસે તેની ઝૂંપડીમાં તપાસ કરી હતી. જયારે તપાસ કરવામાં આવી તો આ દરમિયાન પોલિસ પણ દંગ રહી ગઇ હતી. ત્યાંથી પોલિસને ચાર બોક્સ મળ્યા. જેમાં એટલા સિક્કા અને નોટ ભરેલા હતા કે પોલિસને પણ ગણવામાં કલાકો લાગી ગયા.

ડીસીએસકે પીજી કોલેજ મોડમાં એક ઝૂંપડીમાં મૌની બાબા નામના એક સાધુ રહેતા હતા. કોરોના કાળમાં તેમની મોત થઇ ગઇ હતી. તેમના કેટલાક અનુયાયીઓએ તેમની ઝૂંપડી ખોલવાની માંગ પ્રશાસન પાસે કરી હતી. રવિવારને જયારે પોલિસે ઝૂંપડી ખોલાવી તો ચાર બોક્સ નીકળ્યા અને આ બોક્સોમાંથી મોટી સંખ્યામાં નોટો અને સિક્કા મળ્યા. આ જોઇ પોલિસે તેની સૂચના સિટી મેજિસ્ટ્રેટનો આપી.

રવિવારે સિટી મેજિસ્ટ્રેટ જેએન સચાન અને એસઓ કોતવાલી ડીકે શ્રીવાસ્તવના નેતૃત્વમાં પોલિસે સાધુના ઘરે જઇને તપાસ કરી. આ દરમિયાન મોટી સંખ્યામાં એક, બે, પાંચ રૂપિયાના સિક્કા અને 10, 20 રૂપિયાની નોટો મળી. સિટી મેજિસ્ટ્રેટ તેમની દેખરેખમાં બોક્સોને લઇને કોલવાલી પહોંચ્યા અને પૈસાની ગણતરી શરૂ કરી, આ દરમિયાન 1 લાખ 56 હજાર 325 રૂપિયાના સિક્કા અને નોટો મળી.

સિટી મેજિસ્ટ્રેટે જણાવ્યુ કે, સોનીધાપા પાસે ફુટપાથ પાસે ઝૂંપડી બનાવીને એક સાધુ રહેતા હતા જેમની મોત ગયા વર્ષે થઇ હતી. રવિવારે મૃતક સાધુનો ભાણિયો અને એક સાધુના પહોંચવા પર પોલિસની દેખરેખમાં તેમના બોક્સોને ખોલીને તેની તપાસ કરવામાં આવી જેમાં સિક્કા અને નોટો મળી આવી હતી.

Shah Jina