જાણવા જેવું જીવનશૈલી

ધનિક બનવાની સૌથી સરળ રીત, 30 રુપિયાનું રોકાણ કરીને બની શકાય છે કરોડપતિ!

દરેક વ્યક્તિ ધનિક બનવા માંગે છે, પરંતુ ધનિક બનવાની કોઈ શોર્ટકટ રીત નથી. આના માટે એક લક્ષ્ય નક્કી કરવાનું હોય છે અને પછી એ પ્રકારે રોકાણ કરવાનું રહે છે. પરંતુ રોકાણ ક્યાં અને કેવી રીતે કરવું એ મોટો સવાલ હોય છે.

Image Source

આજના સમયમાં દરેક વ્યક્તિ મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરીને કરોડપતિ બનવાનું સપનું જોવે છે. કેટલાક રોકાણકારોના સપનાઓ હકીકતમાં પણ ફેરવાયા છે. કેટલાક લોકોએ આજથી બે દશક પહેલા મ્યુચુઅલ ફંડમાં રોકાણ કર્યું હતું અને હવે કરોડપતિ બની ગયા છે. આના માટે જેટલી ઓછી ઉંમરથી રોકાણ કરવાનું શરુ કરી દેશો, એટલું જ સારું પરિણામ મળશે.

જો કોઈ યુવાન વ્યક્તિ નોકરીની શરૂઆતથી જ મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરુ કરી દે છે તો પછી એને સૌથી શ્રેષ્ઠ પરિણામ મળે છે. જો કોઈ 20 વર્ષના યુવાનને પહેલી જ નોકરીમાં 20 હજાર રૂપિયા પ્રતિ મહિનો મળી રહયા છે, એવામાં એ પોતાના ખિસ્સા ખર્ચીમાંથી રોજના 30 રૂપિયા બચાવી શકે છે. જે મહિનામાં 900 રૂપિયા થઇ જાય છે. હવે આ રકમ એ દર મહિને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા કોઈ પણ ડાયવર્સીફાઇડ મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.

Image Source

એમ તો ઘણા મ્યુચુઅલ ફંડમાં 20 ટકા સુધી રિટર્ન મળે છે, પરંતુ સરેરાશ 12.5 ટકાની આશા રાખી શકાય છે. જો આ રિટર્નને ધ્યાનમાં રાખીને 20 વર્ષનો યુવાન 40 વર્ષ સુધી 900 રૂપિયા દર મહિને રોકાણ કરે છે તો એ 60 વર્ષની ઉંમરે કરોડપતિ બની જાય છે. એક અનુમાન અનુસાર, 40 વર્ષમાં 4,32,000 રૂપિયાના રોકાણ પર રિટર્નમાં કુલ રકમ 1,01,55,160 રૂપિયા મળી શકે છે. જો કે લાંબા ગાળાના રોકાણમાં ચક્રવૃદ્ધિ વ્યાજ તમારા નાના રોકાણને ઘણું મોટું બનાવી દે છે.

નાણાકીય જાણકાર, આજના સમયમાં દરેકને મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવાની જ સલાહ આપે છે. જો કે આમાં જોખમ હોય છે. પરંતુ જો થોડા જોખમ સાથે લાંબા સમય સુધી SIP દ્વારા રોકાણ કરવામાં આવે તો બીજી રોકાણની રીતો કરતા આ સારો વિકલ્પ સાબિત થશે.

Image Source

ભારતમાં લગભગ 25 વર્ષની ઉંમરે જ યુવાન નોકરી-ધંધામાં જોડાય છે. એવામાં પાંચ વર્ષની નોકરી બાદ જ રોકાણ કરવાનો વિચાર આવે છે. એટલે કે ઉમર 30ની થઇ ગઈ હોય છે. પરંતુ 30ની ઉમર બાદ જો કોઈ રોજ 100 રૂપિયા બચાવીને મહિનામાં 3000 રૂપિયા મ્યુચુઅલ ફંડમાં SIP કરાવે છે તો અનુમાનિત રિટર્નના આધાર પર 30 વર્ષ બાદ એટલે કે 60ની ઉંમરમાં કરોડપતિ બની જશે.

આટલું જ નહિ, 20 વર્ષ સુધી મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરીને કરોડપતિ બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. એટલા અંતે દર મહિને ઓછામાં ઓછા 5000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જયારે 20 વર્ષ બાદ રિટર્ન 1 કરોડ રૂપિયા મળશે તો એના પર કોઈ ટેક્સ પણ નહિ લાગે. જો કે કેટલાક ઇકવીટી ફંડે પાછલા 20 વરસો દરમ્યાન વાર્ષિકથી વધુનું સીએજીઆર રિટર્ન આપ્યું છે. એવા ફંડે 12 લાખ રૂપિયાના રોકાણ કરનારને કરોડપતિ બનાવી દીધા છે.

Image Source

ઉદાહરણ તરીકે HDFC ઇકવીટી ફંડને શ્રેષ્ઠ રિટર્ન આપનાર માનવામાં આવે છે. છેલ્લા 20 વર્ષોમાં એને 20 ટકાથી વધુ સીએજીઆર રિટર્ન આપ્યું છે. આ સિવાય રિલાયન્સ ગ્રોથ ફંડ, HDFC ટોપ 200 ફંડ, રિલાયન્સ વિજન ફંડ અને ફ્રેન્કલિન ઇન્ડિયા પ્રાઇમા ફંડે સારા પરિણામે આપ્યા છે. જેનાથી રોકાણકારો મ્યુચુઅલ ફંડ તરફ વળ્યાં છે.

Image Source

જો કે કેટલાક મ્યુચુઅલ ફંડે ધાર્યા પ્રમાણેના પરિણામો નથી આપ્યા. એવામાં આ ફંડમાં રોકાણકારોને થોડી નિરાશા જરૂર થઇ. યોગ્ય ફંડનું ચયન કરવા માટે ઘણી જાણકારીની જરૂર હોય છે. એટલા માટે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા બધા જ પાસાઓ પર વિચાર કરી લો, અને બની શકે તો નાણાકીય જાણકાર પાસેથી સલાહ જરૂર લો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks