જાણવા જેવું

ફક્ત 100 રૂપિયાનું રોકાણ કરીને તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો રીત

આજના મોંઘવારીના સમયમાં ઘરખર્ચ પૂરો કરવો તે પણ એક મુશ્કેલી ભર્યું કામ છે. બધા લોકો નોકરી તો કરે છે. પરંતુ છતાં પણ પૈસાની કમી ક્યાર પણ પુરી નથી થતી. ત્યારે આજે મને તમને જણાવીશું કે દરરોજના 100 રૂપિયા બચાવીને કેવી રીતે 1 કરોડ રૂપિયા બનાવી શકો છો.

જયારે પૈસા રોકાણ કલરવની વાત આવે ત્યારે સૌથી પહેલા શેરબજારમાં રોકાણ કરવાંનો વિચાર આવે. ઘણા લોક શેર બજારમાં પૈસાનું રોકાણ કરતા ડરતા હોય છે. કારણકે ઘણી વાર એવું બનતું હોય છે કે,શેરબજારમાં પૈસાનું રોકાણ કરવાથી પૈસાનું ડૂબવાની બીક રહે છે.

Image Source

SIP (Systematic Investment Plan)માં માસિક, ત્રિમાસિક, વર્ષની પ્રમાણે પ્લાન સેટ થતા હોય છે.ઇકવીટી માર્કેટથી જોડાયેલા ઘણા જાણકરો માનતા હોય છે. કે લાંબા સમય સુધી રોકાણ કરવું હોય તો SIP બહેતર વિકલ્પ છે. ઇકવીટી માં 10 ટકાથી લઈને 16 ટકા સુધીનું રિટર્ન મળે છે. આવો જાણીએ 100 રૂપિયા દરરોજના બચાવવાથી કેવી રીતે કરોડપતિ બની શકાય છે.

Image Source

SIPમાં પ્રતિદિન 100 રૂપિયાનું રોકાણ કરો છો. તો ઓછામાં ઓછા 12 ટકા રિટર્નની ઉમ્મીદ 30 વર્ષ પછી રાખી શકો છો. આ હિસાબથી પુરા 30 વર્ષ સુધીમાં તમે 10 લાખ, 95 હજાર રૂપિયા રોક્યા હોય છે. HDFC Mutual Fundના SIP કેલ્ક્યુલેટરનો હિસાબ જોઈએ તો 10.95 લાખના રોકાણ સામે 97.29 લાખનું રિટર્ન મેળવી શકો છો. આ રીતે 30 વર્ષ સુધી દરરોજ 100 રૂપિયા બચાવવાથી 12 ટકા રિટર્ન સાથે 1.08 કરોડ રૂપિયા બનાવી શકો છો.

SIP એ એક રોકાણકાર માટે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઓફર કરવામાં આવેલો એક પ્લાન જ છે. આ પ્લેનમાં પહેલીથી નક્કી કરેલી રકમ અને સમય પ્રમાણે પૈસા જમા કરાવી શકો છો. તેમાં તમે ઓછામાં ઓછા 500 રૂપિયા પ્રતિ માસ રોકાણ કરી શકો છો.

Image Source

રોકાણ કરવાં સમયગાળો સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક કે વાર્ષિક હોય છે. આ આમ રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમારા રોકાણ પપર કમ્પાઉન્ડ ઇન્ટરસેટ લાગે છે. આ રીતે રોકાણ કરવાથી રિટર્નની રકમ આપના રોકાણના રકમથી પણ વધુ હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.