થોડા સમય પહેલા આપણે ક્યારેય વિચાર્યું નહોતું કે માસ્ક આપણા જીવનનો એક ભાગ બની જશે. આજે દરેક વ્યક્તિ રસ્તા ઉપર અને ગમે ત્યાં માસ્ક પહેરીને જોવા મળશે. સરકારે પણ માસ્ક ના પહેરનાર ઉપર દંડ વસુલ કરવાનો શરૂ કરતા લોકો હવે માસ્ક પહેર્યા વગર ઘરની બહાર પણ નીકળતા નથી.

માસ્ક આજે જીવનનો મહત્વનો ભાગ છે. કારણ કે દુનિયાભરમાં કોરોના વાયરસ વધી રહ્યો છે અને તેનાથી બચવા માટેનો એક માત્ર સૌથી સુરક્ષિત ઉપાય માસ્ક છે. જેના કારણે દુનિયાભરમાં માસ્કનું ચલણ ખુબ જ વધ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કપલ માસ્કને છુટ્ટી આપેલું જોવા મળે છે.
So much more convenient than a mask #CoronaInnovation pic.twitter.com/DS9ej0zYgE
— Harsh Goenka (@hvgoenka) October 7, 2020
આ વિડીયો Ruptlyનો છે. જેમાં “બ્રીથ વેલ ટ્યુબ” શિલ્ડ વિશે જણાવવામાં આવી રહ્યું છે. આ શીલ્ડને આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં રહેવા વાળા આવિષ્કારક Pablo bogdanને ઇન્વેન્ટ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે “બ્રીથ વેલ ટ્યુબ કોવિડ-19ના સંક્રમણથી બચાવવાની સાથે સોશિયલ ઇન્ટ્રેક્શનને વધુ સારું બનાવે છે. કારણ કે વાતચીત દરમિયાન તમે એકબીજાના ચહેરાને જોઈ શકો છો.”
Exactly a century back…… pic.twitter.com/QGoM7thvT2
— Hassan Swamy (@HassanSwamy) October 7, 2020
પાબલોનું માનવું છે કે: “બ્રીથ વેલ ટ્યુબ” માસ્કથી પણ વધારે સુરક્ષિત છે. આ ટ્યુબ તમને ચારેય તરફથી સુરક્ષિત રાખે છે. તેનાથી તમારા ખભાથી લઈને માથા સુધીનો ભાગ કવર થઇ જાય છે. જેના કારણે તમે વારંવાર તમારો ચહેરો પણ સ્પર્શી શકતા નથી. આ ટ્યુબને PET પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.