મનોરંજન

સોશિયલ મીડિયાએ રાનુ મંડલ સહીત આ 5 લોકોની બદલી છે જિંદગી, રાતો-રાત બની ગયા સ્ટાર, 3 નંબર બધાનો ફેવરિટ છે

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં કોઈપણ માણસની કાબેલિયતને દાદ દેવામાં આવે છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેમાં કંઈ પણ વાયરલ થવાથી રાતો-રાત ઇન્ટરનેટ સ્ટાર બની જાય છે. જેનું તાજું ઉદાહરણ છે રાનુ મંડલ. સોશિયલ મીડિયાઆ એ તાકાત છે જે મહિલા રેલવે સ્ટેશન પર બેસીને ગીત ગાઈને ભીખ માંગી રહી હતી તે જાએ હિમેશ રેશમિયા સાથે ગીત ગાઈ રહી છે. આજે અમે તમને એવા લોકોની વાત કરીશું કે જે સોશિયલ મીડિયા દ્વાર જ સેલિબ્રિટી બન્યા છે.

1. રાનુ મંડલ

પશ્ચિમ બંગાળના રાણાગત રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલનુંગીત ત્યારથી નીકળતા એતીન્દ્ર ચક્રવતી નામના યુવાની સાંભળ્યું હતું. આ યુવાને રાનુનો ઈક પ્યાર કે નગ્મા ગીત ગાતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરીદીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો કે રાનુને રાતો-રાત સ્ટાર બનાવી દીધી હતી. ત્યારબાદ રાનુ મંડલને હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મ માટે ગીત ની પણ ઓફર કરી હતી.

2. રૈપર ઓમ પ્રકાશ રૈપ કિંગ

સોશિયલ મીડિયામાં આ યયંગ યુવકનું રૈપ સોન્ગ બહુજ વાયરલ થયું હતું. સોન્ગના શબ્દો કંઈક આવા હતા. બોલ ના આંટી આઉં ક્યાં, ઘંટી મૈં બજાઉ ક્યાં ? સોન્ગના શબ્દો ઘણા ફની અને રસપ્રદ હતા. તેથી લોકોને મનોરંજન પણ થયું હતું.

3. પ્રિયા પ્રકાશ

સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી બન્યા બાદ બીજું નામ પ્રિયા પ્રકાશનું આવે છે. પ્રિયા પ્રકાશના નખરાએ લોકોને એલતા પ્રભાવિત કરી દીધા હતા કે તેવા જોત-જોતમાં ઇન્ટરનેટ સેનસેશન બની ગઈ હતી. પ્રિયા પ્રકાશ મલયાલી એક્ટ્રેસ અને મોડેલ છે. પ્રિયા પ્રકાશ વારીયરનો 26 સેકન્ડના વિડીયો દેશભરમાં વાયરલ થયો હતો,જેમાં પ્રિયા આંખ મારતી નજરે આવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો લોકોએ પણ બહુજ પસંદ કર્યો હતો. પ્રિયા પ્રકાશે એક દિવસમાં લાખ હતી વધુ ફોલોઅર થઇ ગયા હતા.

પ્રિયા પ્રકાશ વોરિયરને એક 26 સેકન્ડના વિડીયાએ ‘વાયરલ ગર્લ’ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલી છે કે તેની દરેક અદાઓ લોકોને ઘાયલ કરી દે છે.
પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.
પ્રિયા પ્રકાશના 26 સેકન્ડના એક વિડીયોએ તેને ઇન્ટરનેટની ક્વીન બનાવી દીધી હતી. પ્રિયા પ્રકાશના આ વિડીયોના કારણે રાતોરાત તેના ફેન્સ વધી ગયા હતા.2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા.આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી.તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.

પ્રિયા પ્રકાશ વોરિયરનાઇન્ટરનેટ સેન્સેશન થવાને કારણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 75 લાખથી વધુ છે. લોકો તેની નવી-નવી તસ્વીરની રાહ જોતા હોય છે.

એક મીડિયા રીપોર્ટસ પ્રમાણે, પ્રિયા ઇન્સ્ટાગ્રામ પર 1 પોસ્ટના 8 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. પ્રિયા પ્રકાશ વોરિયરનો જન્મ 12 સટેમ્બર 1999માં ત્રિશુર(કેરલ) માં થયો હતો.

પ્રિયા ત્રિશુરના વિમલા કોલેજમાં બી-કોમની સ્ટુડન્ટ છે. પ્રિયાએ ભણવાની સાથે જ ‘ઓરું અદાર લવ’ માં એક સ્ટુડન્ટની ભૂમિકા અદા કરી હતી. પ્રિયાને મોડેલીંગનો શોખ પણ છે

‘ઓરું અદાર લવ’ પ્રિયાની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મના ગીતમાં પોતાના એક્સપ્રેશન અને સ્માઈલથી પ્રિયાએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે.

હાલમાં જોઈ શકાય છે કે પ્રિયાએ તેનું લુક બદલી નાખ્યો છે. પ્રિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અવનવી તસ્વીરથી ભરેલું છે. પ્રિયાની તસ્વીર સોશિયલ મીડિયામાં આવતા જ લોકો તેના પર લાઈક અને કમેન્ટનો વરસાદ કરી દે છે.

પ્રિયાએ ઇન્ટરનેટ પર સનસની મચાવ્યા બાદ ઘણા એવા બ્રાન્ડ્સ પ્રિયા પાસે પ્રપોઝલ લઈને આવ્યા છે.પ્રિયા પ્રકાશની બૉલીવુડ ફિલ્મની વાત કરવામાં આવે તો તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે. પ્રિયા પ્રકાશની આ ડેબ્યુ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં આવી ચુકી છે.પ્રિયા પ્રકાશ ‘શ્રીદેવી બંગલો’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં તે પ્રિયાંશુ ચેટર્જી પણ લીડ રોલમાં છે.‘શ્રીદેવી બંગલો’ ફિલ્મ દિવંગત શ્રીદેવી પર આધારિત છે. શ્રીદેવીના પતિએ આ ફિલ્મ માટે પ્રોડ્યુસરને લીગલ નોટિસ પણ મોકલી હતી.આ ફિલ્મમાં પ્રિયાના લુકની વાત કરવામાં આવે તો તે આ લુકમાં બહુજ ખુબસુરત જોવા મળે છે. આ ફિલ્મને લઈને જયારે પ્રિયા પ્રકાશને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેને કહ્યું હતું કે, આ ફિલ્મ અંગે હું કંઈ પણ ના કહી શકું. આ ફિલ્મ તમારે જોવી જ પડે.હું તો આ ફિલ્મમાં ફક્ત એક સુપરસ્ટારનો રોલ કરી રહી છું. જેનું નામ શ્રીદેવી છે. આ ફિલ્મ શ્રીદેવીની જિંદગી પર આધારિત છે.પ્રિયાંની પ્રસિદ્ધિ ફક્ત તેના ફેન્સ સુધી જ સીમિત નથી પરંતુ રાજકારણીઓ, ક્રિકેટર બૉલીવુડ સ્ટાર્સ પણ તેના ફેન્સ છે.
પ્રિયાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે,મેં ક્યારે પણ વિચાર્યું ના હતું કે હું આટલી બધી પ્રસિદ્ધિ પામીશ.

4. ડાન્સિંગ અંકલ ડાન્સિંગ અંકલના નામથી મશહૂર મધ્યપ્રદેશમાં વિદિશામાં રહેનારા પ્રોફેસર સંજીવ વાસ્તવને ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક વિડીયો તેની જિંદગી બદલી દેશે. સંજીવ શ્રી વાસ્તવની ડાન્સ ટેલેન્ટ ત્યારે સામે આવી જયારે તે એકે લગ્ન સમારોહમાં તેની પત્ની સાથે ગોવિંદાનું ફેમસ ગીત આપને આ જાને સે…

પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન સંજીવ શ્રી વાસ્તવે ગોવિંદાની કોપી કરી બધાને ચોંકાવી દીધા હતા. તેની પ્રસિદ્ધિનો અંદાજ લગાવી શકો છો કે આ વિડીયો વાયરલ થયા બાદ તેને સલમાન ખાન, ગોવિંદા અને સુનિલ શેટ્ટીએ તેનું મુલાકાત કરી હતી.

5. ચાય પી લો આંટી સોશિયલ મીડિયામાં ચાય પી લો બહુ જ વાયરલ થયું હતું. સોમવતી નામની આ મહિલાનો બોલવાનો ખાસ અંદાજ લોકોને પસંદ આવ્યો હતો. તેના બોલવાના ખાસ અંદાજ પર જાણીતી કંપનીઓનું પણ ધ્યાન આકર્ષિત થયું હતું. આજકાલ લોકો તેને સોશિયલ મીડિયા પર ચાય વાલી આંટીના નામથી જાણીતા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks