ખબર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019: વડાપ્રધાનથી લઈને જવાનોએ બરફમાં કર્યા યોગ, જુઓ તસવીરો

ભારત સહીત વિશ્વના ઘણા દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું પાંચમું વર્ષ છે. ત્યારે પ્રધાનમંત્રીથી લઈને જવાનો સુધી બધાએ યોગ કર્યા હતા. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી. ‘ક્લાયમેટ ચેન્જ’. ત્યારે દેશના અલગ-અલગ વિસ્તારમાંથી યોગ દિવસની તસવીરો સામે આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીના ધ્રુવમાં આવેલા તારા મેદાનમાં લગભગ 40 હજારથી વધારે લોકો સાથે યોગ કર્યા હતા. વડાપ્રધાનની સાથે ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ,મુખ્યમંત્રી રઘુવર દાસ,કેન્દ્રિય મઁત્રી શ્રી પદ યેસો નાયકે અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ હાજર હતા.

કેન્દ્રીય મંત્રી સ્મુર્તિ ઈરાનીએ દિલ્લીના દ્વારકામાં લોકો સાથે યોગ કર્યા હતા.
હિમાલયમાં ભારે ઠંડી વચ્ચે દેશના જવાનોએ યોગ કરી ફોટો શેર કર્યો હતો. જેમાં સાફ જોઈ શકાય છે કે, પહાડ બરફથી ઢંકાઈ ગયો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રોહતકમાં યોગ કર્યા હતા.

આઇટીબીપીના જવાનોએ લડાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર માઇન્સ 20 ડિગ્રીમાં યોગ કર્યા હતા.

લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાને સાંસદો અને સંસદના કર્મચારીઓ સાથે યોગ કર્યા હતા.

બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઇના ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે લોકોની સાથે યોગ કર્યા હતા.

દિલ્લીમાં ફ્રાંસિસી દૂતાવાસમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કર્યા હતા.

નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં યોગ કર્યા હતા.


ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ લખનૌમાં ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા સાથે યોગ કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks