લાઇવ મેચ દરમિયાન જ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીની તાબડતોડ ગોળી મારી કરી દેવામાં આવી હત્યા

પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક અઠવાડિયું પણ નથી થયું કે પંજાબના જલંધરમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલની સોમવારે લાઈવ મેચ દરમિયાન હત્યા કરવામાં આવી હતી.

માળિયા ગામમાં કબડ્ડી કપ ટુર્નામેન્ટ દરમિયાન અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેના માથા અને છાતી પર લગભગ 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલને ગોળી વાગતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે સંદીપ ફેન્સ વચ્ચે ગ્લેડિએટરના નામથી પ્રખ્યાત હતો. તેણે એક દશક સુધી કબડ્ડીની દુનિયા પર રાજ કર્યું હતું. પંજાબ સિવાય કેનેડા, યૂએસએ અને યૂકેમાં પણ રમી ચૂક્યો છે. ઇન્ટરનેટ ઉપર આ ઘટનાના કેટલાક વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. જેમાં ગોળીઓનો અવાજ આવે છે અને પછી દર્શકો ભાગતા જોવા મળે છે.

માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંદીપે એક દાયકા કરતાં વધુ સમય સુધી કબડ્ડીની દુનિયા પર રાજ કર્યું અને પંજાબ સિવાય કેનેડા, યુએસએ, યુકેમાં ખૂબ સારું રમ્યું. તે એક અદ્ભુત ભારતીય કબડ્ડી સહભાગી હતો જેણે તાજેતરના સમયમાં તેની જીતને કારણે ખ્યાતિ મેળવી હતી. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછ કરી અને ફાયરિંગ કરવા આવેલા બદમાશો વિશે કડીઓ મેળવવાની શરૂઆત કરી હતી.

આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે. ચાહકો તેને કબડ્ડી જગતમાં ગ્લેડીયેટર તરીકે ઓળખતા હતા. તેના ઘણા ફોલોઅર્સ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા છે અને સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કબડ્ડીમાં તેની એથ્લેટિક પ્રતિભા અને કુશળતાને કારણે તેને ક્યારેક ડાયમંડ સ્પર્ધક તરીકે ઓળખવામાં આવતો હતો. મોત પહેલા સંદીપ કબડ્ડી ફેડરેશનનું સંચાલન સંભાળતા હતા.

ગઈકાલે સોમવારે સાંજે સ્ટેડિયમમાં કબડ્ડી ટૂર્નામેન્ટની મેચ રમાઇ રહી હતી અને ત્યાં એક મોટી સંખ્યામાં ભીડ ભેગી થઇ હતી.એ તે સમયે અચાનક જ એક બાજુથી અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ ફાયરિંગમાં કબડ્ડી ટીમના ખેલાડી સંદીપ નાંગલ અંબિયાને ઘણી ગોળી વાગી ગઇ. આ ઘટનાથી ભીડમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. કોઈ કંઇ સમજે તે પહેલા ગોળીબાર કરનારા બદમાશો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હતા.

તે જ સમયે, સ્થળ પર હાજર વ્યક્તિઓ આનન-ફાનનમાં ઘાયલ ખેલાડીને ફોર વ્હીલરમાં હોસ્પિટલ લઈ ગયા. જોકે, વધુ પડતું કહું વહી જતા કારણે રસ્તામાં જ ખેલાડીનું મોત થઇ ગયુ હતું. બીજી તરફ માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આપણે જણાવી દઇએ કે આ ખેલાડીની પહેલાં ઘાયલ અવસ્થામાં જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને થોડીવર પછી ડોક્ટરે મૃત જાહેર કર્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગામમાં કબડ્ડી સ્પર્ધા ચાલી રહી હતી. આ દરમિયાન સંદીપ પોતાના કેટલાક સાથીઓને છોડવા બહાર ગયા હતા. ત્યાં કેટલાક હથિયારબંધ બદમાશોને તેના પર ગોળીઓ ચલાવી. ઘટનાની સૂચના મળતાજ હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પ્રોફેશનલ કબડ્ડી પ્લેયર તરીકે સંદીપ સ્ટોપર પોઝિશનમાં રમ્યો હતો. તે કબડ્ડી રમીને મોટો થયો હતો. તેણે રાજ્ય કક્ષાની મેચ રમીને કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલ તો હુમલાખોરો કોણ હતા અને કયા કારણોસર આંતરરાષ્ટ્રીય કબડ્ડી પ્લેયરને નિશાન બનાવવામાં આવ્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Shah Jina