વિશ્વની સૌથી ક્રુર મહારાણી, જે સુંદર દેખાવા માટે કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન

ઈતિહાસની ઘણી વાર્તાઓમાં એવા રહસ્યો છુપાયેલા છે, જો તેના રહસ્યો ખુલા જાય તો તમે ચોંકી જશો. કઈક એવી જ એક મહારાણી હતી, જેના કારનામાને કારણે તેનો ડર લોકોમાં ફેલાયો હતો. જંગલી હોવાની સાથે સાથે આ રાણી એક સીરિયલ કિલર પણ હતી. જો કે તમે ઘણા સીરિયલ કિલર્સ વિશે સાંભળ્યું હશે, જેમણે ક્રમિક રીતે ઘણી હત્યાઓ કરી હશે, પરંતુ આ રાણીની કહાની તમને હચમચાવી શકે છે. આ રાણી અપરિણીત છોકરીઓને મારી નાખતી અને તેમના લોહીથી પોતે સ્નાન કરતી હતી.

હંગેરીમાં રહેતી આ રાણીનું નામ એલિઝાબેથ બાથરી હતું. એલિઝાબેથ બાથરી ઇતિહાસમાં સૌથી ખતરનાક અને ક્રૂર મહિલા સીરીયલ કિલર તરીકે ઓળખાય છે. સાલ 1585 અને 1610 ની વચ્ચે, બાથરીએ 600 થી વધુ છોકરીઓની હત્યા કરી હતી અને તેમને તેમના લોહીથી સ્નાન કર્યું હતું. એવું કહેવાય છે કે કોઈએ એલિઝાબેથને તેની સુંદરતા જાળવવા માટે કુમારિકાઓના લોહીથી સ્નાન કરવાની સલાહ આપી હતી. એલિઝાબેથને આ પદ્ધતિ એટલી ગમી કે તેણે તેના માટે ક્રૂરતાની હદ વટાવી દીધી.

સીરીયલ કિલર એલિઝાબેથે છોકરીઓને મારી નાખ્યા પછી પણ તેમની સાથે ક્રૂરતા કરતા અચકાતી નહોતી. પ્રખ્યાત કહાનીઓ અનુસાર, તે મૃત છોકરીઓના શરીરના માંસને પોતાના દાંત વડે બહાર કાઢતી હતી. એવું પણ કહેવાય છે કે એલિઝાબેથ બાથરીના આ ભયંકર ગુનામાં તેના ત્રણ નોકરોએ પણ તેનો સાથ આપ્યો હતો.

હકિકતમાં એલિઝાબેથ બાથરી હંગેરિયન રાજવી પરિવારની હતી. એલિઝાબેથના લગ્ન ફેરેન્ક નેડેસ્ડી નામના માણસ સાથે થયા હતા, જે ટર્ક્સ સામેના યુદ્ધમાં હંગેરીનો નેશનલ હિરો હતો. એલિઝાબેથ છોકરીઓને તેની જાળમાં ફસાવવા માટે મોટુ ષડયંત્ર રચતી હતી. મોટા ઘરની મહિલા હોવાના કારણે તે નજીકના ગામડામાંથી ગરીબ છોકરીઓને સારા પૈસાની ઓફર કરીને પોતોના મહેલમાં કામ કરવાની લાલચ આપીને બોલાવતી હતી. પરંતુ છોકરીઓ જેવી મહેલમાં આવતી ત્યારે તે તેમને પોતાનો શિકાર બનાવતી હતી.

એવું કહેવાય છે કે જ્યારે આ વિસ્તારમાં છોકરીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટવા લાગી ત્યારે તેમણે મોટા ઘરની છોકરીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. જ્યારે હંગેરીના રાજાને આ વિશે ખબર પડી, ત્યારે તેમણે આ મામલાની તપાસ કરી. જ્યારે તપાસકર્તાઓ આ બાબતે એલિઝાબેથના મહેલમાં પહોંચ્યા ત્યારે તેઓ ત્યાંની સ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગયા. તપાસ ટીમે એલિઝાબેથના મહેલમાંથી ઘણી છોકરીઓના હાડપિંજર અને સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા.

વર્ષ 1610 માં, એલિઝાબેથને તેના જઘન્ય ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી. એલિઝાબેથને આ દુષ્કૃત્ય માટે ફાંસી તો આપવામાં ન આવી, પરંતુ તેણીને તેના પોતાના મહેલના એક રૂમમાં કેદ કરવામાં આવી હતી, જ્યાં ચાર વર્ષ પછી 21 ઓગસ્ટ, 1614 ના રોજ તેણીનું અવસાન થયું હતું.

Niraj Patel