બોલીવુડમાં એક થી એક ચડિયાતી જોડીઓ છે, પણ એશ અને અભિષેકની જોડી જ લાજવાબ છે. અસિહવાર્યે રાય અને અભિષેક બચ્ચેને 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ એશ અને અભી ઘણી બધી રીતે ચર્ચામાં આવ્યા છે. ક્યારેક તેમની વચ્ચેના ડિવોર્સના અફવા આવે તો ક્યારે એશ અને અભિષેકની માતા જયા બચ્ચન વચ્ચે વિવાદ છે એવી અફવા આવતી હોય, પણ એશ અને અભિષેકે એ બધી જ અફવાઓનું ખાનદાન કરી અને આજે 13 વર્ષથી સુખી લગ્નજીવન જીવી રહ્યા છે તેના કારણે એ બંનેની જોડીને બોલીવુડના શ્રેષ્ઠ કપલમાં ગોઠવવામાં આવે છે.

અભિષેક અને ઐશ્વર્યા હાલતો સુખી લગ્ન જીવન જીવે છે તેમને એક દીકરી પણ છે આરાધ્યા. બંને વચ્ચેનું બોન્ડિંગ પણ સારું જોવા મળે છે. પરંતુ કહેવાય છે ને કે “ઘર હોય તો વાસણ ખખડે પણ ખરા” તો આવું જ ક્યારેક ક્યારેક બચ્ચન પરિવારમાં પણ થતું જોવા મળ્યું છે. અને એકવાર અભિષેકને બે દિવસ સુધી હોલમાં સુવાનો વારો આવ્યો હતો.

વાત જાણે એમ છે કે અભિષેક એક કબ્બડી ટીમને સ્પોન્સર કરે છે જયપુર પિન્ક પેંથર્સ. 2014માં આ ટિમ પ્રો. કબ્બડી ટુર્નામેન્ટ જીતી પણ હતી. એકવાર અભિષેક તેની ટીમને લઈને ટ્રેનિંગના હેતુથી ચેન્નાઈની સત્યભામા યુનિવર્સીટીમાં લઈને ગયો હતો. ત્યાં તેની મુલાકાત યુનિવર્સીટીના ફાઉન્ડર કર્નલ જેપીઆર સાથે થઇ.

કર્નલની ઓફિસ ખુબ જ નાની હતી, બે ચાર ખુરશી અને ટ્રોફી બધી જ જમીન ઉપર મુકેલી હતી. અભિષેક કર્નલના સાદાઈ ભર્યા જીવનથી ખુબ પ્રભાવિત થયો અને તેને કર્નલને ટ્રોફી નીચે મુકવાનું કારણ પૂછ્યું. ત્યારે કર્નલે કહ્યું: “પુરસ્કારોને ક્યારેય આપણા માથા ઉપર ચાહળવા ના દેવા જોઈએ”

કારનાલની આ વાત અભિષેકને સપર્શી ગઈ અને તેને પણ ઘરે આવી અને તેમ જ કર્યું, પરંતુ અહીંયા તો બાજી સાવ ઉલટી પડી ગઈ અને થઇ ગયો ઐશ્વર્યા સાથે ઝગડો, તેના કારણે જ અભિષેકને 2 દિવસ સુધી હોલમાં સૂવું પડ્યું હતું.

આ વાત અભિષેકે પોતે જ સ્વીકારી હતી એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે: “મેં આમ કરવાનું વિચાર્યું પરંતુ મારે 2 દિવસ સુધી હોલમાં સૂવું પડ્યું. મારી પત્ની ખુબ નારાજ થઇ હતી.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.