અજબગજબ જાણવા જેવું

ગ્રેવિટી વગર અંતરિક્ષમાં સંડાસ બાથરૂમ કેવી રીતે કરવામાં આવે છે? વાંચો અંતરિક્ષ વિશેના રોચક તથ્યો, આજ પહેલા ક્યારેય નહિ વાંચ્યા હોય

પૃથ્વી ઉપર થતી દિનચર્યા વિશે તો આપણે સૌ પરિચિત જ છીએ, પરંતુ અંતરિક્ષની વાત આવે એટલે કંઈક નવું જાણવાની તાલાવેલી મનમાં જાગે અને દરેક લોકો આ વિષય ઉપર જાણવા માંગતા હોય છે, ઘણી ફિલ્મોમાં પણ આપણે અંતરિક્ષ વિશે જોયું છે અને થોડું ઘણું જાણ્યું પણ છે તે છતાં કેટલીક માહિતીથી આપણે આજે પણ અજાણ છીએ.

Image Source

અંતરિક્ષની અંદર પૃથ્વી કરતા સાવ અલગ જ જીવન હોય છે, ત્યાં જનાર વ્યક્તિએ પોતાની દિનચર્યાથી માંડીને જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓમાં ફેરફાર કરવો પડે છે. કારણ કે ત્યાં ગ્રેવિટી નથી હોતી જેના કારણે પૃથ્વી ઉપર જે વસ્તુ નીચે જાય છે તે જ વસ્તુઓ અંતરિક્ષમાં હવામાં ઉડવા લાગે છે, માણસ પણ જો ત્યાં હવામાં ઉડતો હોય તો પછી ખોરાક, પાણી અને આપણે જે સંડાસ બાથરૂમ કરીએ છીએ તેના વિશે પણ જરા વિચારજો..!!

Image Source

આજે એવી જ કેટલીક બાબતો અમે તમારી સામે લઈને આવ્યા છે જે જાણી અને તમને અંતરિક્ષ વિશેના જીવનનો એકદમ નજીકથી ખ્યાલ આવશે.

Image Source
 1. ખોરાક અને પાણી:
  ખોરાક અને પાણીની જરૂરિયાત માણસને પૃથ્વી ઉપર પણ પડે છે અને અંતરિક્ષમાં પણ પડતી જ હોય છે. તો અંતરિક્ષમાં ગ્રેવિટી ના હોવાના કારણે કેવો ખોરાક અને એ લોકો કેવી રીતે ખોરાક લેતા હશે તે જાણવું પણ ખુબ જ જરૂરી છે.

  Image Source

  અંતરિક્ષમાં પણ એવું જ ખાવાનું મળે છે જેવું તમને પૃથ્વી ઉપર મળતું હોય છે ફર્ક બસ  એટલો જ હોય છે કે અંતરિક્ષમાં વજનમાં એકદમ હલકો ખોરાક લઈ જવામાં આવે છે અને એ ખોરાકને પ્લાસ્ટિકમાં પેક કરીને રાખવામાં આવે છે. કેટલોક ખોરાક સીધો જ ખવામાં આવે છે જેમ કે બ્રેડ, ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ વગેરે અને કેટલોક ખોરાક ઓવનમાં ગરમ કરીને પણ ખાવામાં આવતો હોય છે. તો કેટલાક ખોરાક ને ગરમ અને ઠંડો કરવા માટે તેની અંદર ગરમ અને ઠંડુ પાણી ઉમેરીને પણ ખાવામાં આવે છે.

  Image Source

  અંતરિક્ષમાં એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ત્યાં લીકવીડ વસ્તુઓને સ્ટ્રો દ્વારા જ પીવામાં આવે છે કારણકે ત્યાં ગ્રેવિટી ના હોવાના કારણે જો સીધું જ મોઢેથી પીવામાં આવે અને એ લીકવીડ વસ્તુ ક્યાંક મોઢામાંથી નીકળી હવામાં ચાલી ગઈ તો તે મશીનોને પણ ખરાબ કરી શકે છે.

  Image Source
 2. કપડાં:
  અંતરિક્ષમાં કપડાંની વાત આવે એટલે આપણી આંખો સામે જ સ્પેસ શૂટ દેખાવવા લાગે પરંતુ તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં સેપ્સની અંદર રહેલા લોકો પૃથ્વી ઉપર જે રીતે સામાન્ય કપડાં પહેરે છે એવા જ કપડાં પહેરતા હોય છે, કારણ કે સ્પેસની અંદરના તાપમાનને બરાબર મેન્ટેન કરેલું હોય છે. જયારે રોકેટ લોન્ચ કરવામાં આવે છે કે સ્પેસને ધરતી ઉપર પાછું લાવવામાં આવે છે ત્યારે જ તેઓ સ્પેસ શૂટ પહેરતા હોય છે કારણ કે તે સમયે તાપમાનમાં ઘણા ખરા બદલાવ પણ જોવા મળે છે.

  Image Source

  સ્પેસની અંદર કપડાં ધોવા માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી જેના કારણે એસ્ટ્રોનોટ્સ પોતાની સાથે જ થોડા વધારે કપડાં લઈને જતા હોય છે.

  Image Source
 3. સ્નાનની વ્યવસ્થા:
  પૃથ્વી ઉપર તો આપણે દિવસમાં 3-4 વાર નાહી લેતા હોઈએ છીએ પરંતુ વાત જયારે અંતરિક્ષની આવે ત્યારે મનમાં ઘણા પ્રશ્નો આવે કે આ લોકો કેવી રીતે નહાતા હશે? તો તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં શૂન્ય ગ્રેવિટી હોવાના કારણે જો તમે ત્યાં નાહવા માટે બાલ્ટી માથા ઉપર નાખો ત્યારે ખબર પડે કે પાણી તો શરીર ઉપર આવ્યું જ નથી એ તો હવામાં જ ક્યાંક ચાલી ગયું અને જેના કારણે સ્પેસક્રાફ્ટમાં રહેલા મશીનો પણ ખરાબ થઈ ગયા.

  Image Source

  માટે સ્પેશમાં કોઈ સાવર કે કોઈપણ નળ લાગેલા હોતા નથી જેના કારણે તમે ત્યાં સ્નાન કરી શકો. હાથ પગ અને મોઢું ધોવા માટે ત્યાં વેટ ટોવેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. વેટ ટોવેલ્સ એટલે કે લીકવીડ સાબુથી ભીના કરેલા રૂમાલ. વાળ સાફ કરવા માટે ત્યાં વોટર લેસ શેમ્પુનો ઉપયોગ કરવામાં આવે છે. આ શેમ્પુમાંથી ના તો ફીણ નીકળે છે કે ના પાણીની જરૂર હોય છે. એટલે અંતરિક્ષમાં પણ લોકો પાણી વિના પણ સ્નાન કરી શકે છે.

  Image Source
 4. સંડાસ-બાથરૂમ:
  સંડાસ અને બાથરૂમ જવું એ પણ એક સાહજિક પ્રક્રિયા છે, જે આપણા કોઈના હાથમાં નથી, માટે પૃથ્વીની જેમ અંતરિક્ષમાં પણ જનાર વ્યક્તિને તે ક્રિયા એના સમયે કરવી જ પડતી હોય છે. પરંતુ ત્યાં ગ્રેવિટી શૂન્ય છે માટે જેમ પૃથ્વી આપણે આ ક્રિયાઓ કરી શકીએ છીએ તેમ અંતરિક્ષમાં નથી કરી શકતા.

  Image Source

  સ્પેસક્રાફ્ટની અંદર પુરુષો અને સ્ત્રીઓ માટે એક જ સરખા ટોયલેટ હોય છે, અને એ ટોઇલેટની અંદર વેક્યુમ લાગેલા હોય છે, જે તમારા મળ-મુત્રને નીચેની તરફ ખેંચી લે છે.

  Image Source

  આ ટોઇલેટની અંદર આજના વેસ્ટર્ન સ્ટાઇલ ટોયલેટઈ જેમ જ એક નાની સીટ હોય છે જેના પાર એસ્ટ્રોનોટ જયારે બેસે છે ત્યારે તેને પોતાના શરીરને પણ એક બેલ્ટથી બાંધી લેવું પડે છે જેના કારણે એ ક્રિયા કરતી વખતે તેનું શરીર પણ હવામાં આઘું પાછું ના થઇ જાય.

  Image Source
 5. કેવી રીતે સૂવું:
  પ્રથવી ઉપર આપણે જયારે સુઈ જઈએ ત્યારે આપણું આખું જ વજન આપણા બેડ ઉપર કે પથારી ઉપર જ આવી જાય છે પરંતુ અંતરિક્ષમાં તો ગ્રેવિટી શૂન્ય હોવાના કારણે જો તમે સુઈ જાવ તો હવામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ પહોંચી શકો છે માટે ત્યાં સુવા માટે સાવ જુદી જ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે.

  Image Source

  સ્પેસક્રાફ્ટની અંદર સ્લીપર બસની જેમ જ સ્લીપિંગ કમ્પાર્ટમેન્ટ હોય છે, આ કમ્પાર્ટમેન્ટની અંદર એસ્ટ્રોનોટ જયારે સુઈ જાય છે ત્યારે પોતાના શરીરને એક બેલ્ટ દ્વારા બાંધી લે છે. સાથે સ્પેશમાં મશીનના અવાજ પણ વધારે હોવાના કારણે સુતા સમયે કાનમાં ઈયરપ્લગ અને આઇમાસ્ક પણ લગાવવામાં આવે છે.

  Image Source
 6. કસરત:
  ધરતી ઉપર આપણા હલનચલન અને દૈનિક ક્રિયાઓ ના કારણે શરીરને કસરત મળતી જ હોય છે પરંતુ અંતરિક્ષમાં ધરતીની જેમ શરીરનું હલનચલન ના થઇ શકતું હોવાના કારણે ત્યાં કસરતની ખુબ જ જરુ હોય છે.

  Image Source

  સ્પેસમાં રહેલા એસ્ટ્રોનોટ પણ કસરત કરતા હોય છે, પરંતુ તેમને કસરત કરવા માટે પહેલા પોતાના શરીરને બાંધવું પડે છે જેના પછી જ તે પોતાના હાથ પગ સ્વસ્થ રાખવા માટે કસરત કરતા હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.