ઝૂંડપટ્ટીમાં રહીને ગરીબીમાં કાઢયા દિવસો, બાળપણમાં જ ઉઠી ગઇ માથેથી પિતાની છત્રછાયા, આવી હતી કોરિયોગ્રાફરની લાઇફ

ખૂબ જ ગરીબીમાં વીત્યુ ગણેશ આચાર્યનું જીવન, પિતાના નિધન બાદ છૂટી ગયો હતો અભ્યાસ, આજે જીવે છે વૈભવી લાઈફ

બોલિવુડના ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેમને 65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ તેમને અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર “ટોયલેટ એક પ્રેમ કથા’ના ગીત ‘ગોરી તુ લઠ્ઠ માર…’ને કોરિયોગ્રાફી કરવા માટે મળ્યો હતો.

ગણેશ આચાર્ય છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાર્સને ડાંસ શીખવાડી રહ્યા છે. તેમણે ઘણી ફિલ્મોના હિટ ગીતને કોરિયોગ્રાફ કર્યુ છે. તમને જણાવી દઇએ કે, ગણેશ આચાર્યએ આટલી સફળતા હાંસિલ કરવા માટે ઘણી મહેનત કરી છે.

તેમણે ઘણા સંઘર્ષ બાદ બોલિવુડમાં જગ્યા બનાવી છે અને આ મુકામ હાસિંલ કર્યુ છે. તેમનો સંઘર્ષ બાળપણથી જ શરૂ થઇ ગયો હતો. જયારે તેઓ 10 વર્ષના હતા ત્યારે તેમના પિતાની મોત થઇ ગઇ હતી. તેમના પિતાનું નામ કૃષ્ણાગોપી આચાર્ય હતુ અને તેઓ એક ગ્રુપ ડાંસર હતા.

જયારે ગણેશ આચાર્ય નાના હતા ત્યારે તેમના પિતાને ઘરમાં ઘણીવાર ડાંસ કરતા જોતા હતા અને આ કારણે તેઓને પણ ડાંસથી લગાવ થઇ ગયો હતો. પિતાની મોત બાદ મુંબઇના સાંતાક્રુઝ વિસ્તારમાં ઝુંપડપટ્ટી વસ્તીમાં જીવન ગુજારવુ મુશ્કેલ થઇ ગયુ હતુ. ગરીબીને કારણે તેઓને ખાવાની સમસ્યા થવા લાગી હતી. ત્યારે ગણેશ આચાર્યને સમજમાં આવ્યુ કે, જીવતા રહેવા માટે પૈસા કમાવવા કેટલા જરૂરી છે એટલા માટે તેઓ કયારેય ગ્રુપ ડાંસરમાં તો કયારેક જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરવા લાગ્યા.

ગણેશ આચાર્યએ પહેલા તેમની બહેન કમલા આચાર્યને ડાંસ શીખવ્યો. તે બાદ તેઓ મશહૂર કોરિયોગ્રાફર કમલજીના આસિસ્ટેંટ બન્યા. 12 વર્ષની ઉંમરે તેમણે તેમના પોતાનું ડાંસ ગ્રુપ બનાવી લીધુ હતુુ. 19 વર્ષની ઉંમર સુધી તો તેઓ ઘણા પોપ્યુલર થઇ ગયા હતા.

તમને જણાવી દઇએ કે, ગણેશ આચાર્યનું વજન એક સમયે 200 કિલો થઇ ગયુ હતુ. વર્ષ 2017માં તેમણે લગભગ 85-90 કિલો વજન ઘટાડ્યુ હતુ. ગણેશ આચાર્યએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે, તેઓ ત્રણ કલાક સુધી સ્વિમિંગ કરતાા હતા. આ ઉપરાંત તેમણે તેમના ડાયટમાં પણ ઘણો બદલાવ કર્યો હતો.

ગણેશ આચાર્ય થોડા સમય પહેલા વિવાદોમાં હતા. તનુશ્રી દત્તાએ ફિલ્મ “હોર્ન ઓકે”ની શુટિંગ દરમિયાન તેમના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ત્યાં, એ વર્ષે તેમના વિરૂદ્ધ એક મહિલાએ શોષણની એફઆઇઆર દાખલ કરાવી હતી.

તે મહિલાએ ગણેશ આચાર્ય પર આરોપ લગાવ્યો હતો કે તેમણે મહિલાને જબરદસ્તી ગંદી ફિલ્મો દેખાડ્યુ હતુ. આ ઉપરાંત સીનિયર બેકગ્રાઉન્ડ ડાંસરે દાવો કર્યો હતો કે 90ના દાયકામાં ગણેશ આચાર્યએ તેમનું શોષણ કર્યુ હતુુ.

આજે આલીશાન બંગલા અને લગ્ઝરી લાઇફ ગુજારનાર ગણેશ આચાર્યનું પૂરુ બાળપણ એક સ્લમ એરિયામાં વીત્યુ. તે સ્લમ એરિયા પ્રભાત કોલોની, સાંતાક્રુઝમાં રહેતા હતા. તેમણે જણાવ્યુ કે, તેઓ જયાં રહેતા હતા ત્યાં પાણીથી લઇને ખાવા સુધી તેમને ઘણો સંઘર્ષ કરવો પડતો.

તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, હું પૂરો દિવસ બાઇક પર કામના સિલસિલામાં ફરતો રહેતો હતો. કયારેક કોઇ હા કહેતુ તો કયારેક ના. તે દિવસોમાં મારો સાથ પોતે સ્ટ્રગલ કરી રહેલ એક્ટર્સે આપ્યો. તેમના કહેવા પર મને એક-એક દિવસના ગીતના શુટિંગનું કામ મળતુ હતુ. ધીરે ધીરે મારુ કામ લોકોને પસંદ આવ્યુ અને તે બાદ મને મોટા મોટા પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા.

Shah Jina