ખબર

BREAKING: ગુજરાતમાં આ તારીખથી ફરી પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગે કરી દીધી આગાહી

ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થઇ ગયો છે. પહેલા રાઉન્ડમાં વરસેલા અનરાધાર વરસાદે તો આખા ગુજરાતને ઘમરોળી દીધુ છે. ત્યાં હાલ તો રાજયમાં છૂટો છવાયો વરસાદ યથાવત છે, પરંતુ હવે 22 જુલાઇથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસારસ 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે.

આ સાથે આજે અરવલ્લી-મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો વળી અમદાવાદમાં વરસાદની નહિવત્ શક્યતા છે.ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, રાજયમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે અને 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. આ સાથે આજે અરવલ્લી-મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ તરફ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં આજે વરસાદ પડી શકે છે.

કચ્છના પણ કેટલાંક વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે. જણાવી દઇએ કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ થઇ શકે છે.વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

સુરેન્દ્રનગર, મહીસાગર અને દાહોદ સહિત મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો, દીવ-દમણ, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દ્વારકામાં પણ વરસાદ વરસી શકે તેવી શકયતા છે.ગુજરાતમાં માત્ર એક દિવસમાં જ 140 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ પાટણના શંખેશ્વરમાં વરસાદ વરસ્યો.