જંગલમાં વાયરલ બાંધેલા રસ્તાને પાર કરવા માટે આ ગજરાજે અપનાવ્યો એવો જુગાડ કે આખું સોશિયલ મીડિયા ફેન બની ગયું, જુઓ સ્માર્ટ હાથીની ચાલાકીની વીડિયો

જુઓ વીડિયોમાં હાથીની સ્માર્ટનેસ, કેવો જંગલના રસ્તા પર બાંધેલા વાયરલને દૂર કરીને રોડ પાર કરી નીકળી ગયો, વાયરલ થયો વીડિયો

જંગલમાં હાથીને ખુબ જ શક્તિશાળી પ્રાણી માનવામાં આવે છે, હાથીની તાકાત આગળ તો જંગલનો રાજા સિંહ પણ પાણી ભરતો જોવા મળે. ત્યારે હાથી શક્તિશાળી હોવાની સાથે સાથે ખુબ જ ચાલાક પણ હોય છે. તમે ઘણીવાર હાથીની આ સ્માર્ટનેસ પણ જોઈ હશે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હાથીની એવી ચાલાકી જોવા મળી જેને જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે હાથી લોખંડની વાડ જુએ છે, ત્યારે તે તેને પાર કરતા પહેલા એક પગથી તેને વારંવાર સ્પર્શ કરે છે. હકીકતમાં તે આવું એટલા માટે કરે છે કે તે જાણી શકે કે આ વાયરોમાં કરંટ ચાલી રહ્યો છે કે નહીં.

હાથીની આ ચતુરાઈ કેમેરામાં કેદ થઈ ગઈ, જેને જોઈને ઈન્ટરનેટ ગજરાજના ફેન બની ગયા. તમને જણાવી દઈએ કે માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે આવી કરંટ વાળી વાડ લગાવવામાં આવે છે જેથી જંગલી પ્રાણીઓ રસ્તા પર આવીને વાહન સાથે અથડાય નહીં. 5 ડિસેમ્બરે, IFS અધિકારી @Geethanjali_IFS એ ‘ઉત્તરાખંડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ એક વિડિયો શેર કર્યો અને લખ્યું “સ્માર્ટ પ્રાણી.”

ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને હાથીની સ્માર્ટનેસના વખાણ કરતા થાકતા નથી. ઘણા લોકોએ આ વીડિયોની અંદર કોમેન્ટ કરીને જણાવ્યું છે કે હાથી ખુબ જ ચાલાક પ્રાણી છે અને જંગલમાં તે સૌથી શક્તિશાળી પણ છે. તેથી હાથીને કયારેય ઓછો ના આંકવો

Niraj Patel