સવારે રોડ પર સાઈકલિંગ કરી રહ્યા હતા દિગ્ગ્જ હસ્તીનું થયું નિધન, પાછળથી આવી રહેલી કારે મારી ટક્કર, જાણો સમગ્ર મેટર

Intel India Ex Head Avtar Saini Mumbai Accident : દેશભરમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ રોજ બરોજ સામે આવતી હોય છે. આવા અકસ્માતમાં ઘણા લોકોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે હાલ એક એવી જ ખબરે દેશવાસીઓના હોશ ઉડાવી દીધા છે. ઇન્ટેલના પૂર્વ પ્રમુખ જયારે પોતાના મિત્રો સાથે સવારે સાઈકલિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે જ પુરપાટ ઝડપે આવી રહેલી એક કેબે તેમને ટક્કર મારી હતી જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું.

સાઈકલિંગ દરમિયાન અકસ્માત :

વિખ્યાત ટેક કંપની ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીનું મહારાષ્ટ્રના નવી મુંબઈ ટાઉનશીપમાં સાયકલ ચલાવતી વખતે એક ઝડપી કેબની ટક્કરથી મૃત્યુ થયું હતું. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સવારે 5.50 વાગ્યાની આસપાસ 68 વર્ષીય સૈની નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર સાથી સાઇકલ સવારો સાથે સાઇકલ ચલાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

વહેલી સવારે બની ઘટના :

પીટીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્પીડમાં આવતી કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી હતી અને ડ્રાઈવરે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાયકલની ફ્રેમ કેબના આગળના પૈડા નીચે ફસાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સૈનીને ઈજા થઈ હતી અને સાથી સાઈકલ સવાર તેને હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

કેબ ડ્રાઈવર ફરાર :

પોલીસે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે, જેમાં 279 (રેશ ડ્રાઈવિંગ), 337 (ચાલકી અથવા બેદરકારીભર્યા કૃત્યથી માનવ જીવનને જોખમમાં મૂકવું) અને 304-A (કોઈના મૃત્યુનું કારણ બને છે) સહિતનો સમાવેશ થાય છે. સામેલ છે. જોકે આરોપી ડ્રાઈવર હજુ ફરાર છે. તમને જણાવી દઈએ કે ચેમ્બુર નિવાસી સૈનીને ઇન્ટેલ 386 અને 486 માઇક્રોપ્રોસેસર પર કામ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે કંપનીના પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇનનું પણ નેતૃત્વ કર્યું હતું.

Niraj Patel