ખબર

સરકારના નવા આદેશ અનુસાર હવે GMDC ગ્રાઉનમાં ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં કેવી રીતે મળશે એડમિશન? જાણો વિગત

કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના કારણે સમગ્ર દેશમાં હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ત્યારે સરકાર દ્વારા પણ ઘણી બધી જગ્યાએ નવા કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં 900 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હવે કેવી રીતે આ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવશે તે અંગે માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

અમદાવાદના જીએમડીસી એક્ઝીબિશન સેન્ટર ખાતે ઉભી કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશન માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક વિશેષ સૂચના જાહેર કરવામા આવી છે.

છેલ્લા બે દિવસથી ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાં ગઈકાલથી ઘણા બધા નિયમોમાં ફેરફરાર પણ થયેલો જોવા મળ્યો છે.

ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. પ્રાઇવેટ વાહનમાં આવેલા દર્દીને પણ હવે હોસ્પિટલ દ્વારા સારવાર કરવી પડશે. જેના માટે સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે.

આ ટોકન લેવા માટેના ફોર્મ સવારે ૮ થી ૯માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા બાદ હોસ્પિટલમાં એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવાનું રહેશે. જેના માટે પણ તમારે ટોકન ફરિજયાત લાવવાનું રહેશે.

તો કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને ઓક્સિજન લેવલ 92%થી ઓછું થઇ ગયું છે, તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. આ સાથે હોસ્પિટલની બહાર લોકો ખાલી બેડ કેટલા છે તે સ્પષ્ટ રીતે જોઈ શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.