હદ હોય યાર ! રસ્તા વચ્ચે જ કરી દીધી મહિલાની પ્લાસ્ટિક સર્જરી, વીડિયો થયો વાયરલ- લોકો પણ જોઇને ચમકી ઉઠ્યા

સાઉથ વાળા કેવી ફેંકે છે, ઉલ્લુ બનાવે છે…રસ્તા વચ્ચે જ કરી દીધી પ્લાસ્ટિક સર્જરી, વીડિયો જોઈને માથું પછાડશો

ઘણીવાર સોશિયલ મીડિયા પર ટીવી સિરિયલની નાની નાની ક્લિપ વાયરલ થઇ જાય છે. જેમાં કેટલાક ફની તો કેટલાક લવ સીન હોય છે. ટીવી શોમાં ક્રિએટીવીટીના નામ પર મેકર્સ એવી એવી વસ્તુ બનાવી દે છે કે લોકો પણ જોઇને ચકરાવે ચઢી જાય.

ઘણીવાર તો ક્રિએટીવીટીના નામ પર ડેલી સોપ્સમાં એવી વસ્તુ પીરસવામાં આવે છે કે ટીવી શોની મજાક ઉડી જાય છે. હાલમાં જ એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેમાં જોવા મળી રહ્યુ હતુ કે એક મહિલાનો એક્સીડન્ટ થઇ જાય છે તો કેવી રીતે તેની સારવાર કરવામાં આવે છે.એક બીજી મહિલા રોડ પર જ તેની પ્લાસ્ટિક સર્જરી દે છે.

આ વીડિયો ઘણા યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, કેટલાક લોકો ઘાયલ મહિલાને એમ્બ્યુલન્સમાંથી રસ્તા વચ્ચે ઉતારી તેને સૂવડાવી દે છે. તે મહિલાને ઘેરી પાંચ-છ લોકો ઊભા રહી જાય છે. પછી એક મહિલા ડોક્ટર પ્લાસ્ટિકનું માસ્ક લઇને આવે છે અને મહિલાના ચહેરા પર લગાવી દે છે.

હેરાનીની વાત તો એ છે કે જે મહિલાને ઇજા પહોંચેલી હોય છે અને તે થોડી ક્ષણ બેહોંશ હોય છે અને પછી સર્જરી બાદ ઊભી થઇ જાય છે અને પછી ઠીક થઇ જાય છે. આ જોઇ ઘણા લોકો હેરાનીમાં મૂકાઇ ગયા છે. આ ઘાયલ મહિલા કોઇ બીજુ નહિ પણ તે શોની મેઇન હિરોઇન હતી. જેને દુશ્મનોએ ગોળી મારી હતી.

લોકોએ આ સીનને લઇને સોશિયલ મીડિયા પર ફની કમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકો ટીવી શોની મજાક ઉડાવી રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ ક્લિપ એક તમિલ ટીવી શોની છે. જો કે, આ વીડિયો થોડો જૂનો છે,

પરંતુ હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. કેટલાક દિવસ પહેલા હિંદી ટીવી શો “ઇશ્ક કી દાસ્તાન નાગમણિ”માં બતાવવામાં આવ્યુ હતુ કે હિરોને બચાવવા માટે હિરોઇન છતથી છલાંગ લગાવી દે છે અને પછી બંને એક મોટા પતંગ પર લટકી જાય છે. ત્યાં વિલન આ પતંગને ઢીલ આપે છે

જેને કારણે હિરો-હિરોઇન ઘણા દૂર ચાલ્યા જાય. આ રીતે કેટલાક મહિના પહેલા “સ્વર્ણ ઘર”ના એક સીનની પણ ખૂબ ચર્ચા થઇ હતા, જેમાં હિરોઇનનો દુપટ્ટો પંખામાં ફસાઇ જાય છે અને તેનું ગળુ દબાય છે. હેરાનીની વાત એ છે કે લાખ કોશિશ બાદ પણ તે દુપટ્ટાને નીકાળી શકાતો નથી અને હિરોઇનનો શ્વાસ અટકી જાય છે.

Shah Jina